ધોધમાર વરસાદના પગલે 'ગયું અ'વાદ પાણીમાં', જુઓ તસવીરો
અમદાવાદ, 25 સપ્ટેમ્બર : ગયા શનિવાર એટલે કે 21 સપ્ટેમ્બરના રોજથી ગુજરાતમાં આવેલા લો પ્રેશરને કારણે સમગ્ર રાજ્યમાં સતત પાંચમાં દિવસે પણ દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં અવિરત વરસાદ પડી રહ્યો છે.
ગઇકાલે બુધવારે મધ્યરાત્રિથી સતત વરસાદ ચાલુ રહેતા મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ વિકટ બની છે. ઠેર ઠેર પાણી ભરાઇ જવાના કારણે રોજિંદા વ્યવહાર અને કામકાજ ઠપ્પ થઇ ગયા છે. આજથી અમદાવાદ સહિત અન્ય શહેરોમાં શાળાની ધોરણ 8થી 12ની પરીક્ષાઓ શરૂ થઇ છે. ભારે વરસાદને પગલે શાળાઓએ આ પરીક્ષા રદ કરી છે.
અમદાવાદમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ચાલુ થઇ ગયો હતો. ત્રણ કલાકમાં જ સમગ્ર અમદાવાદ જળબંબાકાર બની ગયું હતું. અમદાવાદના હાટકેશ્વર, અનુપમ, મણિનગર, મિલત્તનગર(ઇસનપુર), અમરાઇવાડી, કાલુપુર, પ્રેમદરવાજા, ગિરધરનગર, સિવિલ, ચામુંડા બ્રિજ, ચમનપુરા, સરસપુરથી લઇને રખિયાલ સુધી, શાહિબાગ, વેજલપુર, ચાંદખેડા વગેરે વિસ્તારોમાં ભારે પાણી ભરાઇ ગયા છે. જેના પગલે શાળાઓ કોલેજોના વિદ્યાર્થીઓને છોડી મૂકવામાં આવ્યા હતા, તેમજ તેમની પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી છે.
જળબંબાકારને પગલે લોકોને ભારે ઝહેમત ઉઠાવવી પડી રહી છે. ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે તો ઘણી ટ્રેનો મોડી પડી રહી છે. પૂર્વમાં એએમટીએસના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમજ શહેરના તમામ અંડરપાસને બંધ કરાવી દેવામાં આવ્યા હતા. ઠેરઠેર વૃક્ષો પડી જવાની ઘટના પણ સર્જાઇ છે, જેમાં શહેરમાં 10થી 12 વૃક્ષો પડી ગયાના સમાચાર છે. કાંકરીયા બ્રિજ પાસે એક એસટી બસ અને દિવાન બલ્લુભાઇ સ્કૂલ પાસે એક એએમટીએસની બસ બંધ પડી ગઇ હતી. ઠેરઠેર પાણી ભરાયાના પગલે દ્વિચક્રી વાહનો ધરાવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
વધુ અહેવાલ જુઓ તસવીરોમાં...

અનુપમ સિનેમા
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી અનુપમ સિનેમા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. અત્રે એક બસ પણ બગડી ગઇ હતી.

દિવાન બલ્લુભાઇ શાળા(પૂર્વ), અમદાવાદ
શહેરના કાંકરિયા વિસ્તારમાં આવેલી દિવાન બલ્લુભાઇ શાળાની સામે પણ જોરદાર પાણી ભરાયા હતા. સામે આવેલા શનિદેવ અને હનુમાનજીના મંદિરના ચાર પગથિયા સુધી પાણી આવી ગયા હતા.

રાયપુરથી કાલુપુર રોડ પર પાણી
રાયપુરથી કાલુપુર રોડ પર જતા જોરદાર પાણી ભરાયા છે. જ્યારે આ રોડ પર બનેલા બીઆરટીએસ રોડ પર પણ પાણી ભરાઇ ગયા હતા. સામાન્ય રોડ પર વધારે પાણી હોવાના પગલે દ્વિચક્રી વાહનો બીઆરટીએના રૂટ પર વાહન ચલાવી રહ્યા હતા.

પ્રેમ દરવાજા
શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલા પ્રેમ દરવાજાથી ઇદગાહ જતા રોડ પાસે પણ ખૂબ જ વધારે પાણી ભરાઇ ગયા હતા, જેના પગલે આસપાસની પોળાના રહેવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

ગિરધરનગર, અસારવા
અસારવા ગિરધરનગર વિસ્તારમાં પણ ખૂબ જ પાણી ભરાયું હતું. જ્યાં બાબુ જગજીવનરામ બ્રિજથી ઉતરતા જ લોકોને પાણીનો સામનો કરવો પડે છે. પાણીમાં વિહિકલો ખરાબ થઇ જતા લોકોએ બ્રિજ પર રોકાઇ જવું પડ્યું હતું. આ ઉપરાંત શાહિબાગમાં આવેલા શનિમંદિર ખાતે પણ થોડું પાણી ભરાયું હતું.

હરિપુરા બ્રિજ, હાટકેશ્વર
દક્ષિણીથી હાટકેશ્વર તરફ જતા આવતા હરિપુરા બ્રિજની નીચે પણ જોરદાર પાણી ભરાયા છે.

Click it and Unblock the Notifications