વીડિયોમાં જુઓ અમરેલીમાં વરસાદે કેવી રીતે રસ્તોને બનાવ્યા નદી
ચાતક જનરે વરસાદની રાહ જોઈ રહેલા ગુજરાતમાં આખરે મેઘરાજા આવી ચૂક્યા છે અને અમરેલીમાં તો ગઈ કાલે 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જોકે આટલા વરસાદમાં જ ત્યાં સ્વર્ત્ર પાણી પાણી થઇને પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. અને પાણી તરસ્યા લોકો પાણીનું આવું વિકરાય સ્વરૂપ જોઇને આશ્ચર્યચકિત થઇ ગયા હતા.
અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં આજે બપોરના ધોધમાર વરસાદ વરસતા રાજુલા તાલુકાના માંદરડીમાં ગણતરીના કલાકોમાં 4 ઇંચ વરસાદ તુટી પડયો હતો. આજ સવારથી જ રાજુલા અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો અને બપોરના સમયે કાળા ડિબાંગ વાદળા વચ્ચે રાજુલા નજીકના ગામમાં વરસાદ ખાબકયો હતો.

તો ધારીના ગીરકાંઠા ઉપરવાસ વિસ્તારમાં અનરાધાર વરસાદથી સરસીયા ગામની ગોરડીયો નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. કોઝ-વે પર નદીના પાણી ફરી વળ્યા હતા. અને રસ્તાની વચ્ચેથી જ નદી નકળી હોય તેવો માહોલ સર્જાયો હતો. ત્યારે રસ્તાની વચ્ચેથી નીકળેલી આ નદીનો વીડિયો જુઓ અહીં....












Click it and Unblock the Notifications
