• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pic: અમદાવાદ સહિત રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ

By Kumar Dushyant
|

અમદાવાદ, 3 ઓગષ્ટ: અપર એર સરક્યુલેશન સર્જાવાના કારણે ગુજરાતભરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્યગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. જો કે, ભારે વરસાદના કારણે અનેક શહેરોનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. અમદાવાદ શહેર, ગાંધીનગર, વડોદરા, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, પંચમહાલ, ગાંધીધામ, ભૂજ સહિત સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના ડેમોમાં પાણીની આવક થતાં ઉકાઈ, આજવા, પાનમ, હડફ સહિતના ડેમોમાંથી પાણી છોડવામાં આવતાં આસપાસના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે. ઉકાઈમાંથી બીજા દિવસે પણ બે લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું. જ્યારે પાનમ ડેમમાંથી પણ ૭૨ હજાર ક્યૂસેક અને હડફ ડેમમાંથી ૭ હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે.

દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાતા સુરત અને વલસાડ સહિત સમગ્ર વિસ્તારમાં ગઈકાલ રાત્રિથી શરૂ થયેલો ભારે વરસાદ આજે પણ ચાલુ રહ્યો હતો. સુરત અને વલસાડમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે ઉમરગામમાં બે મકાનો ઘરાશયી થયા હતા જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી જતાં તંત્ર દ્વારા બે હજાર ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

બે દિવસ મેઘવિરામ જેવી સ્થિતિ રહ્યા બાદ ફરી રાજકોટ, સૌરાષ્ટ્રમાં ગુરૂવારની રાતથી મેઘ સવારી ફરી વળતા અડધા થી છ ઈંચ જેટલો વરસાદ વસસ્યો હતો. પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઇ છે. હાલોલ પંથકમાં વિતેલા ૨૪ કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને લઇ કડાણા ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યાં હતા કડાણા ડેમમાંથી મહિસાગર નદીમાં પાણી છોડવામાં આવતા નદી ફરીથી બંને કાંઠે વહેતી થઇ ગઇ છે.

અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો સવારે સૂરજ દર્શન દે તે પહેલા જ વાદળોએ આભને ઘેરી લીધું હતું અને સવારે 8 વાગ્યાની આસપાસ કાળા ડિબાંગ વાદળોમાંથી વરસેલા વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં બે ફૂટ સમા પાણી ભરી નાંખ્યા હતા. સતત બે કલાક સુધી ચાલેલી મેઘરાજાની બેટિંગના કારણે શહેરનું જનજીવન ખોરવાઇ ગયું હતું.

બાળકોને શાળાએ મોકલવામાં આવ્યા બાદ વાલીઓ ભારે વરસાદ પડતાં બાળકોને પરત લેવા માટે શાળાએ પહોંચી ગયા હતા, તેમજ શાળા કોલેજમાં વરસાદના કારણે રજા આપી દેવામાં આવી છે. ભારે વરસાદ અને તેના કારણે ઠેક-ઠેકાણે પાણી ભરાઇ જવાના કારણે કામ અર્થે જઇ રહેલા વિવિધ ઓફીસના કર્મચારીઓ, શ્રમીકોને બમણી હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

અમદાવાદમાં હાટ્કેશ્વર, ખોખરા, અમરાઇવાડી, જશોદાનગર, વટવા, નારોલ, પ્રેમ દરવાજા, સીવીલ, ગીરધરનગર, ચમનપુરા પાણી ભરાયા છે. જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. વડોદરા જિલ્લાની વાત કરીએ તો નસવાડી અને ડભોઇમાં ભારે વરસાદના પગલે અનેક ઠેકાણે પાણી ભરાયાના અહેવાલ છે. શાળાએ જતા બાળકોને તથા કામે જનારા શ્રમીકો અને ઓફીસકર્મીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ચાલો તસવીરોમાં જોઇએ ઠેર-ઠેર ભરાયા પાણી, અમદાવાદ સહિત ગુજરાતના અન્ય વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત.

તીર્થસ્થળ ચાંદોદ ખાતે ઐતિહાસિક મલ્હારરાવઘાટ પાણીના પુરથી ડૂબી જવા ચાંદોદ નગરમાં ચારેબાજુ પાણીના પુર પ્રવેશી ગયા છે. ઉપરવાસમાં સતત વરસાદને કારણે તથા નર્મદા નદી પરનો સરદા સરોવર 130 મીટરથી ઓવરફ્લો થવાથી ચાંદોદ કિનારાના કરનાળી, કુબેરેશ્વર, નંદેરીયા, ભીમપુરા જેવા અનેક ગામોને એલર્ટ કરાયા છે.

અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

અમદાવાદમાં હાટ્કેશ્વર, ખોખરા, અમરાઇવાડી, જશોદાનગર, વટવા, નારોલ, પ્રેમ દરવાજા, સીવીલ, ગીરધરનગર, ચમનપુરા પાણી ભરાયા છે.

જનજીવનને અસર પહોંચી

જનજીવનને અસર પહોંચી

અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જવાના કારણે શહેરના જનજીવનને માઠી અસર પહોંચી છે.

હાલાકીનો સામનો કરવો પડ્યો

હાલાકીનો સામનો કરવો પડ્યો

ભારે વરસાદ અને તેના કારણે ઠેક-ઠેકાણે પાણી ભરાઇ જવાના કારણે કામ અર્થે જઇ રહેલા વિવિધ ઓફીસના કર્મચારીઓ, શ્રમીકોને બમણી હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

અમદાવાદ સિવાય અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ

અમદાવાદ સિવાય અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ

અમદાવાદ શહેર અને વડોદરા જિલ્લાના નસવાડીમાં ગામવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

જનજીવન ખોરવાયુ

જનજીવન ખોરવાયુ

ભારે વરસાદના પગલે અનેક ગામોમાં જનજીવન ખોરવાયું હતું.

વાહનવ્યવહાર ખોરવાયો

વાહનવ્યવહાર ખોરવાયો

8 વાગ્યાની આસપાસ કાળા ડિબાંગ વાદળોમાંથી વરસેલા વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં બે ફૂટ સમા પાણી ભરી નાંખ્યા હતા. સતત બે કલાક સુધી ચાલેલી મેઘરાજાની બેટિંગના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે, શહેરનું જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે.

શાળામાં વરસાદના કારણે રજા આપી દેવામાં આવી

શાળામાં વરસાદના કારણે રજા આપી દેવામાં આવી

બાળકોને શાળાએ મોકલવામાં આવ્યા બાદ વાલીઓ ભારે વરસાદ પડતાં બાળકોને પરત લેવા માટે શાળાએ પહોંચી ગયા હતા, તેમજ શાળા કોલેજમાં વરસાદના કારણે રજા આપી દેવામાં આવી છે.

વરસાદની મજા

વરસાદની મજા

જ્યારે અન્ય કેટલાક સ્થળોએ લોકો વરસાદની મજા માણી રહ્યાં હતા. આ તસવીરમાં વરસાદનો આનંદ લૂટી રહેલા ગામવાસીઓ જોવા મળી રહ્યાં છે.

અનેક સ્થળોએ પાણી ભરાયા

અનેક સ્થળોએ પાણી ભરાયા

આ તસવીર ડભોઇની છે. ભારે વરસાદના પગલે ડભોઇની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

English summary
Heavy rain expected over Gujarat, heavy rain affects normal life in ahmedabad. water enter in many part of city’s.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more