નવસારી અને વલસાડ જીલ્લામાં આગામી ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ પર

રાજ્યમાં ધીરે ધીરે ચોમાસુ જોર પકડી રહ્યું છે. વાવાઝોડા બિપરજોય બાદ હવે અધિકારીક રીતે ચોમાસાનું આગમન થવા જઈ રહ્યું છે ત્યારે ગાંધીનગર ખાતે રાહત કમિશનરની અધ્યક્ષતામાં વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઇ હતી.

રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી રાહત કમિશનરે તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.

Heavy rain

આ બેઠકમાં હવામાન વિભાગે સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, ચાલુ સપ્તાહ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં હળવાથી મઘ્યમ વરસાદની સંભાવના છે. 28 જૂનથી 30 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જીલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.

સિંચાઇ વિભાગે જણાવ્યુ કે, રાજયમાં 206 જળાશયો પૈકી 6 જળાશય હાઈ એલર્ટ, 3 એલર્ટ, 1 વોર્નિંગ પર છે.

એનડીઆરએફ તથા એસડીઆરએફ તરફથી જણાવાયુ છે કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે અને તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

આ બેઠકમાં GSDMA, CWC, કૃષિ, આરોગ્ય, ફોરેસ્ટ, બાયસેગ, જી.એમ.બી.,પંચાયત, કોસ્ટ ગાર્ડ, ઈસરો, ઉર્જા, ફીશરીઝ, માર્ગ અને મકાન, GSRTC, એરફોર્સ, ફાયર, યુ.ડી.ડી., ICDS, પશુપાલન, BSF, અન્ન અને નાગરિક પુરવઠા અને માહિતી વિભાગના નોડલ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X