Gujarat Weather: આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Weather: આજે મેઘ રાજા ફરીથી બેટિંગના મૂડમાં આવી ગયા છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, દરિયાકાંઠે 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે તેવી શકયતાઓ પણ સેવાઈ રહી છે, સાથે સાથે લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રકની સિસ્ટમ સક્રિય થઈ છે.

રાજ્યના 3 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે શુક્રવારના દિવસે મધ્ય અને દક્ષિણ ગુજરાતના 3 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે શુક્રવારે દાહોદ, છોટાઉદેપુર અને સુરતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
જાણો આજે કયાં અપાઈ વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે નર્મદા, ભરૂચ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા, ડાંગ, દમણ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો અમદાવાદમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતમાં સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 28 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 89 ટકા વરસાદ, કચ્છમાં 85.14 ટકા, સૌરાષ્ટ્રમાં 83.84 ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં 81.03 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
શનિવારે 16 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે શનિવાર માટે 16 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. શનિવારના દિવસે છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે.












Click it and Unblock the Notifications
