ગુજરાતમાં આગામી 27 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી
અમદાવાદ, 25 સપ્ટેમ્બર : ભારતીય હવામાન વિભાગે 25 સપ્ટેમ્બરે બહાર પાડેલા અહેવાલ અનુસાર ગુજરાતમાં આગામી 48 કલાક એટલે કે 27 સપ્ટેમ્બર, 2013 સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય પ્રદેશમાં સર્જાયેલા અપર એર સરક્યુલેશનને કારણે ગુજરાતમાં વરસાદ અને પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગામી 48 કલાક માટે કરેલી આગાહીમાં જણાવ્યા અનુસાર ગુજરાતના તમામ જિલ્લાઓ, દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં મધ્યમથી ભારે વરસાદ અને પવન ફૂંકાઇ શકે છે. જ્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે અને કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે.

આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, દીવ - દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારે વરસાદથી બુધવારે 5 ટ્રેન્સ રદ
અમદાવાદમાં સવારથી જ ભારે વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં સવારે ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ પડતા માર્ગ અને રેલવે વાહન વ્યવહાર ખોરવાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ-મુંબઇ (કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેન નં. 12934), સુરત-મહુવા એક્સપ્રેસ (ટ્રેન નં. 19025), મહુવા-સુરત (ટ્રેન નં. 19026) વલસાડ-અમદાવાદ (ગુજરાત ક્વીન એક્સપ્રેસ ટ્રેન નં. 19019) તથા અમદાવાદ-મુંબઇ (ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેન નં. 12932) ભારે વરસાદને કારણે રદ કરવામાં આવી છે.
-
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
