રાજ્યભરમાં વરસાદ, વલસાડમાં 5 ઇંચ વરસાદ સાથે ડૂબ્યુ પાણીમાં

Posted By:
Subscribe to Oneindia News

રાજ્યભરમાં વરસાદ સમય કરતા વહેલું પ્રારંભ થઇ જતા ઊંધતી સરકારની બેદરકારી આંખે ખુલીને આવી છે. ઠેર ઠેર ભારે વરસાદના પગલે નદી નાળા ભરાવવા લાગ્યા છે. અને શહેરોમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ધૂસી ગયા છે જેણે લોકોની મુશ્કેલી વધારી છે. વળી મગફળી અને કઠોળના ખેડૂતોને પણ આ ભારે વરસાદના કારણે મોટા પાયે નુક્શાન થયું છે. જો કે ભારે વરસાદથી દક્ષિણ અને મધ્ય ગુજરાત સમેત સૌરાષ્ટ્રમાં મોટે પાયે પાણીની રેલમછેલ જોવા મળી છે. તો શનિવારે પાલનપુર અને ડીસા જેવા ઉત્તર ગુજરાતના શહેરોમાં પણ વરસાદ પડતા પ્રજાજનોએ હાશકારો અનુભવ્યો છે.

rain

તો બીજી તરફ વલસાડમાં 5 ઇંચ વરસાદ પડતા વલસાડનો મોટા ભાગનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયો છે. તો ભરૂચ જિલ્લા સમેત, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં પણ એક જ રાતે 1 ઇંચથી વધુ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે. વધુમાં સાવરકુંડલામાં ગાધડકા ગામે પૂરના કારણે એક ખેડૂતનું મોત થયું હોવાના ખબર પણ આવ્યા છે. આમ વરસાદના કારણે જ્યાં કેટલાક લોકોએ ઠંડક અનુભવી છે તો ક્યાંક પાણી ભરાતા લોકોની મુશ્કેલીઓ વધી છે. ઉલ્લેખનીય છે કે હવે શાળાઓ પણ શરૂ થઇ ગઇ છે ત્યારે વરસાદની આ સ્થિતિએ વાલીઓ અને નોકરીયાતો બન્નેની મુશ્કેલી વધારી છે.

English summary
Heavy rain in Gujarat, Valsad, Rajkot is highly affected because of rain.
Please Wait while comments are loading...