Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 234 તાલુકામાં મેઘમહેર, જાણો કયા ખાબક્યો સૌથી વધુ વરસાદ, વાંચો આંકડા

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 234 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ દ્વારકાના ભાણવડમાં 5 ઇંચ ખાબક્યો છે. ઉત્તર ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર સુધીના વિસ્તારો પાણી પાણી થયા છે. ભારે વરસાદના કારણે ગુજરાતમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, અમરેલી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે.

Gujarat Rain

આજે સવારથી શરૂ થયેલા વરસાદમાં સવારે 6થી 8ની વચ્ચે 82 તાલુકાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ 2 કલાકમાં મોરબીના માળિયા મીયાણામાં વરસાદે કહેર વર્તાવ્યો છે. અહીં 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ પડતા લોકોને હાલાકી પહોંચી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 234 તાલુકામાં વરસાદ વરસ્યો

  • સૌથી વધુ દ્વારકાના ભાણવડમાં 5 ઈંચ વરસાદ
  • જામનગરના જામજોધપુરમાં 4.49 ઈંચ વરસાદ
  • વલસાડના ધરમપુરમાં 4.29 ઈંચ વરસાદ
  • નર્મદાના નાંદોદમાં 4.02 ઈંચ વરસાદ
  • રાજકોટના કોટડા સંઘાણીમાં 3.98 ઈંચ વરસાદ
  • વલસાડના પારડીમાં 3.90 ઈંચ વરસાદ

આજે સવારે 6થી 8ની વચ્ચે 82 તાલુકામાં વરસાદ વરસ્યો

  • આજે 2 કલાકમાં મોરબીના માળિયા મીંયાણામાં સૌથી વધુ વરસાદ
  • માળિયા મિયાણામાં 2 કલાકમાં 2.28 ઈંચ વરસાદ
  • આજે બનાસકાંઠાના દાંતામાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ
  • આજે દ્વારકાના ભાણવડમાં 1.14 ઈંચ વરસાદ
  • આજે જામનગરના કાલાવડમાં 1 ઈંચ વરસાદ
  • આજે ગીર સોમનાથના ઉનામાં પોણો ઈંચ વરસાદ

સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ

હવામાન વિભાગની આગાહી અનુસાર, પોરબંદર જિલ્લામાં રાત્રિ દરમિયાન ધીમી ધારે વરસાદ વરસ્યો. છેલ્લા 24 કલાકમાં પોરબંદરમાં 21 મીમી, રાણાવાવમાં 22 મીમી અને કુતિયાણામાં સૌથી વધુ 64 મીમી વરસાદ નોંધાયો છે. હાલમાં પણ પોરબંદર શહેરમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વિસનગરમાં સૌથી વધુ ત્રણ ઇંચ (73 મીમી) વરસાદ નોંધાયો છે. આ સિવાય, ઊંઝામાં 54 મીમી, ખેરાલુમાં 50 મીમી અને સતલાસણામાં 47 મીમી વરસાદ પડ્યો છે.

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમની જળસપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે ગુજરાતના જળાશયોમાં પાણીનો સારો એવો સંગ્રહ થયો છે. ઉપરવાસમાં પડેલા વરસાદનું પાણી હજુ પણ ધરોઈ ડેમમાં જમા થઈ રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X