સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર બેટીંગ, નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. આજે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે.જામનગર જિલ્લાના જામજોધપુરમાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થયા છે.
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે શેરીઓથી લઈ નેશનલ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યુ છે. ધોધમાર વરસાદને કારણે જિલ્લાની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે અને જળાશયો છલોછલ થઈ ગયા છે.
રાજ્યમાં આજે સવારે 6 વાગ્યા સુધીમાં સીઝનનો 65 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આજે બપોરે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 147 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં 61 તાલુકામાં એક ઈંચ કે તેના કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આજે સૌથી વધુ 12 ઈંચ વરસાદ જૂનાગઢના માંગરોળમાં નોંધાયો છે.

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબકતા તેની અસર લાલપુર તાલુકામાં પણ જોવા મળી હતી. જામજોધપુર તાલુકામાં વરસેલા વરસાદનું પાણી ઢાંઢર નદીમાં આવતા લાલપુર પાસેથી પસાર થતી નદીમાં ઘોડાપૂર આવતા કોઝવે પર પાણી ફરી વળ્યા. નદીમાં પૂરના કારણે કાંઠા પર પાર્ક કરેલા વાહનો અને રેંકડીઓ ડૂબી હતી. પુલ પર પાણી ફરી વળતા લાલપુરથી ભાણવડ અને પોરબંદર તરફ જતા માર્ગવ્યવહારને અસર પહોંચી હતી.
જૂનાગઢ જિલ્લા પર આજે મેઘરાજા મહેરબાન છે. ત્યારે ગિરનાર ઉપર પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગરવા ગિરનારના પગથિયા પર પણ પાણી ખળખળ વહેતા થયા હતા. ગિરનાર પરથી ધોધ જીવંત થયા હતા અને નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા.
આ ઉપરાંત અમદાવાદમાં વહેલી સવારના સાત વાગ્યાથી નવ વાગ્યા સુધીમાં ગોતા, ચાંદલોડિયા, જગતપુર, ચાંદખેડા, મોટેરા, પાલડી, વાસણા, આશ્રમરોડ, વાડજ, ઉસ્માનપુરા, અખબારનગર, માધુપુરા અને દૂધેશ્વર વિસ્તારમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે હવામાન વિભાગ દ્વારા વલસાડ, દાદરા અને નગર હવેલી, દમણ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં અતિથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ખેડા, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી અને તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Heavy rains in Gujarat
— BBN Channel (@bbnnewshyd) July 19, 2023
Vehicles submerged in water in Saurashtra Dhoraji due to rain#GujaratRains pic.twitter.com/Hl0YKWy0Gm
આવતીકાલે પણ સુરત, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી, દમણ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં હાલ છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. પણ અહીં 22 જુલાઈએ ભારે વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે.
Flash:
— Yuvraj Singh Mann (@yuvnique) July 18, 2023
Dhoraji town in #Rajkot district of Saurashtra region in #Gujarat is heavily waterlogged after over 9.33 inches of rain during noon to 6 pm today July 18.#Heavyrainfall pic.twitter.com/l6arz2qY63












Click it and Unblock the Notifications
