ગુજરાતમાં ભારે વરસાદઃ અમદાવાદમાં 4 ને ભરૂચમાં 8 ઇંચ

ગાંધીનગર, 14 જુલાઇઃ ગુજરાતના મોટાભાગમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે. અમદાવાદમાં સતત ત્રીજા દિવસે પણ મેઘાની મહેર યથાવત રહેતા ચાર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વિસ્તાર અમદાવાદના પશ્ચિમ વિસ્તર અને કોટ વિસ્તારમાં પડ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હોવાના અહેવાલ છે. મોડી રાત્રે પડેલા વરસાદના કારણે મુખ્ય માર્ગો, અન્ડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે ઠેર-ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

શહેરની વાત કરવામાં આવે તો મુખ્ય માર્ગો કહી શકાય તેવા ૧૩ર ફૂટ રિંગરોડ, આશ્રમ રોડ, સેટેલાઈટ, વસ્ત્રાપુરના અનેક રોડ પર ખુબ જ પાણી ભરાઈ ગયા હતા. અખબારનગર અન્ડરપાસ . બાદમાં મીઠાખળી અન્ડરપાસ, અને પરિમલ અન્ડરપાસમાં પણ પુષ્કળ પાણી ભરાઈ જતાં ટ્રાફિક અને રાહદારીઓના આવાગમન માટે આ ત્રણેય અન્ડરપાસ બંધ કરી દેવા પડ્યાં હતા.

અમદાવાદમાં ઠેર-ઠેર પાણી ભરાયા

અમદાવાદમાં ઠેર-ઠેર પાણી ભરાયા

પશ્ચિમ વિસ્તારનો પોશ એરિયા ગણાતો ગુરૃકુળ મેમનગર અને હેલ્મેટ સર્કલ આસપાસનો વિસ્તારતો જાણે આખો પાણીમાં ગરક થઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પલ્લવ ચાર રસ્તાથી શિવરંજની ચાર રસ્તા સુધીના ૧૩ર ફૂટ રિંગ પર બીઆરટીએસના રોડમાં તેમજ આજુબાજુના જનરલ રોડ પર ખુબ જ પાણી ભરાઈ જતાં આ આખો રોડ વાહનોના ટ્રાફિકજામથી જામ થઈ ગયો હતો.

વિસ્તારો જાણે આખા પાણીમાં હોય તેવું દ્રશ્ય સર્જાયું

વિસ્તારો જાણે આખા પાણીમાં હોય તેવું દ્રશ્ય સર્જાયું

તેમજ પાલડીમાં પરિમલ અન્ડરપાસ બંધ હોવાથી વાહનો જલારામ મંદિર રેલવે ક્રોસિંગ થઈને ચાલતાં ત્યાં પણ જામની સ્થિતિ સર્જાઈ હતી. આશ્રમ રોડ, શ્યામલ ચાર રસ્તા, પંચવટી સર્કલ, પાંજરાપોળ ચાર રસ્તા, આઈઆઈએમ રોડ, નવરંગપુરા, નહેરુબ્રીજના છેડે, વેજલપુર, વસ્ત્રાપુર, ઉસ્માનપુરા, નારણપુરા, ચાંદલોડિયા, ચાણક્યપુરી, ગોતા, રાણીપ, જીવરાજ પાર્ક, વાસણા, શાહીબાગ, વાડજ જેવા અનેક વિસ્તારો જાણે આખા પાણીમાં હોય તેવું દ્રશ્ય સર્જાયું છે.

 વટવા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું

વટવા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું

શહેરમાં રાત્રિના ૮ વાગ્યા સુધીમાં ઉત્તર ઝોનમાં સવા ઈંચ, દક્ષિણ ઝોનમાં પોણો ઈંચ, અને પૂર્વ ઝોનમાં દોઢ ઈંચ વરસાદ પડયો હતો. આટલો વરસાદ પડવા છતાં નરોડા રોડ, નિકોલ, રામોલ, હાથીજણ, વટવા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું.

ભરૂચમાં વરસાદના કારણે જનજીવનને વ્યાપક અસર

ભરૂચમાં વરસાદના કારણે જનજીવનને વ્યાપક અસર

દક્ષિણ ગુજરાતના વલસાડ બાદ ભરૂચ શહેર અને જિલ્લામાં શરૂ થયેલા વરસાદના કારણે જનજીવનને વ્યાપક અસર થવા પામી હતી. ભરૂચ શહેર જળબંબાકાર થઈ જતા મકાનો અને દુકાનોમાં પાણી ભરાઇ ગયા હતા.અંકલેશ્વરમાં પણ અવિતપણે પડેલો વરસાદ આઠ ઇંચ નોંધાયો છે.

નીચાણવાળા સ્થળોમાં પાણી ભરાયા

નીચાણવાળા સ્થળોમાં પાણી ભરાયા

નીચાણવાળા સ્થળોમાં પાણી ભરાય જતા મુશ્કેલીઓ વધી ગઈ હતી. તાલુકાનાં ચારગામો સરથાણ, પારડી ઈદ્રીશ, અડાદરા અને કોસમડી મળી કુલ ૧૦૨ કુટુંબોનું સ્થળાંતર કરવાની તંત્રને ફરજ પડી હતી.

પશ્ચિમ વિસ્તારનો પોશ એરિયા ગણાતો ગુરૃકુળ મેમનગર અને હેલ્મેટ સર્કલ આસપાસનો વિસ્તારતો જાણે આખો પાણીમાં ગરક થઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પલ્લવ ચાર રસ્તાથી શિવરંજની ચાર રસ્તા સુધીના ૧૩ર ફૂટ રિંગ પર બીઆરટીએસના રોડમાં તેમજ આજુબાજુના જનરલ રોડ પર ખુબ જ પાણી ભરાઈ જતાં આ આખો રોડ વાહનોના ટ્રાફિકજામથી જામ થઈ ગયો હતો.

તેમજ પાલડીમાં પરિમલ અન્ડરપાસ બંધ હોવાથી વાહનો જલારામ મંદિર રેલવે ક્રોસિંગ થઈને ચાલતાં ત્યાં પણ જામની સ્થિતિ સર્જાઈ હતી. આશ્રમ રોડ, શ્યામલ ચાર રસ્તા, પંચવટી સર્કલ, પાંજરાપોળ ચાર રસ્તા, આઈઆઈએમ રોડ, નવરંગપુરા, નહેરુબ્રીજના છેડે, વેજલપુર, વસ્ત્રાપુર, ઉસ્માનપુરા, નારણપુરા, ચાંદલોડિયા, ચાણક્યપુરી, ગોતા, રાણીપ, જીવરાજ પાર્ક, વાસણા, શાહીબાગ, વાડજ જેવા અનેક વિસ્તારો જાણે આખા પાણીમાં હોય તેવું દ્રશ્ય સર્જાયું છે.

શહેરમાં રાત્રિના ૮ વાગ્યા સુધીમાં ઉત્તર ઝોનમાં સવા ઈંચ, દક્ષિણ ઝોનમાં પોણો ઈંચ, અને પૂર્વ ઝોનમાં દોઢ ઈંચ વરસાદ પડયો હતો. આટલો વરસાદ પડવા છતાં નરોડા રોડ, નિકોલ, રામોલ, હાથીજણ, વટવા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું.

દક્ષિણ ગુજરાતના વલસાડ બાદ ભરૂચ શહેર અને જિલ્લામાં શરૂ થયેલા વરસાદના કારણે જનજીવનને વ્યાપક અસર થવા પામી હતી. ભરૂચ શહેર જળબંબાકાર થઈ જતા મકાનો અને દુકાનોમાં પાણી ભરાઇ ગયા હતા.અંકલેશ્વરમાં પણ અવિતપણે પડેલો વરસાદ આઠ ઇંચ નોંધાયો છે. નીચાણવાળા સ્થળોમાં પાણી ભરાય જતા મુશ્કેલીઓ વધી ગઈ હતી. તાલુકાનાં ચારગામો સરથાણ, પારડી ઈદ્રીશ, અડાદરા અને કોસમડી મળી કુલ ૧૦૨ કુટુંબોનું સ્થળાંતર કરવાની તંત્રને ફરજ પડી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X