સફળ રેસ્ક્યૂ ઓપરેશન, ધાંગધ્રામાં પાણી વચ્ચે ફસાયા હતા 4 લોકો

Written By:
Subscribe to Oneindia News

છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં મુશળધાર વરસાદ છે. શુક્રવાર રાત બાદ શનિવારે અને રવિવારે પણ વરસાદનો કહેર ચાલુ રહ્યો હતો. આ વર્ષે રાજ્યમાં ઋતુનો કુલ વરસાદ 37.41 ટકા નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છના અબસાડામાં નોંધાયો છે. અબસાડામાં 24 કલાકમાં 13 ઇંચ વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતના અનેક તાલુકામાં તંત્રની ટીમ દ્વારા સફળ રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડવામાં આવ્યા છે. અનેક લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.

heavy rain

સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદે માઝા મૂકી છે. રાજ્યના 19 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને 1570 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો હતો. પાણી ભરાવાના ભયને કારણે લોકો આખી રાત ઊંઘી નહોતા શક્યા. સરકીટ હાઉસની દીવાલ તૂટી પડતાં અનેક વાહનો તણાઇ ગયા હતા. સુરેન્દ્રનગરમાં અનેક ગામોના રસ્તા તૂટતા વાહનવ્યવહાર ઠપ થઇ ગયો હતો. વળી હવામાન વિભાગ તરફથી વધુ 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોરબીનો મચ્છુ-2 ડેમ ભારે વરસાદને કારણે ઓવરફ્લો થઇ ગયો હતો, જેની તસવીર નીચે જોઇ શકાય છે.

heavy rain

અનેક શહેર, તાલુકા અને ગામોમાં પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમ ખડે પગે હાજર છે. ધાંગધ્રા પાસે ગમતલમાં 4 લોકો પાણી વચ્ચે ફસાયા હતા. જેમાંથી આઇએએફના હેલિકોપ્ટર વડે તેમને એરલિફ્ટ કરી બચાવવામાં આવ્યા હતા. રાજ્યનું ઇમરજન્સિ ઓપરેશન સેન્ટરના અધિકારીઓ પૂરની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યાં છે.

heavy rain
English summary
Heavy rain in many cities on North Gujarat. Successful rescue operation in my districts and villages.
Please Wait while comments are loading...