ગુજરાતમાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી, આ જીલ્લાઓમાં રેડ એલર્ટ
ગુજરાતમાં ચોમાસુ શરૂ થઇ ગયુ છે. આ સાથે ઘણા જીલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. આવા સમયે હવામાન વિભાગે 5 દિવસ માટે એલર્ટ જારી કર્યું છે. આજે એટલે કે 1 જુલાઇના રોજ 8 જીલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યુ છે.

હવામાન વિભાગે 5 તારીખ સુધીની વરસાદી આગાહીમાં ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, જુનાગઢ અને અમરેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. અહી ભારે વરસાદ પડી શકે છે. આ સાથે ગીર સોમનાથ, ભાવનગર તાપી, સુરત અને ભરૂચમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ જાહેર કરી છે. આ 5 જીલ્લાઓમાં લોકોને સતર્ક રહેવા જણાવ્યુ છે.
હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલ એલર્ટમાં આજથી લઇ 5 જુલાઇ રેડ એલર્ટ ધરાવતા જીલ્લાઓમાં લોકોને સાવચેતી રાખવાના નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત બાકીના જીલ્લાઓમાં વરસાદની કોઇ આગાહી નથી. આ જીલ્લાઓમાં નહીવત કે ઓછો વરસાદ પડી શકે છે.












Click it and Unblock the Notifications
