For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં વરસ્યો ધોધમાર વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 24 જુલાઇ: આ વખતે વરસાદની શરૂઆત થોડી મોડા થઇ, અને એમાં પણ વરસાદ છૂટો છવાયો પડતો હતો. પરંતુ બુધવારે મધ્યરાત્રિએ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જેના કારણે અમદાવાદમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. બુધવારે મધ્યરાત્રી દરમિયાન 1થી 4 વાગ્યાની વચ્ચે મૂશળાધાર વરસાદ થયો હતો. જેના કારણે ઠેરઠેર પાણી ભરાઇ જવાના કારણે લોકોને હાલાકી ભોગવી પડી રહી છે.

અમદાવાદની વાત કરીએ લગભગ સમગ્ર અમદાવાદમાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. અમદાવાદના એવા વિસ્તારો કે જ્યાં હંમેશા પાણી ભરાઇ જવાની સ્થિતિ સર્જાય છે તેમાં હાટકેશ્વર, ખોખરા, કાંકરીયાથી દિવાનબલ્લુભાઇ શાળા, પ્રેમદરવાજા, ગિરધરનગર, સિવિલ, અસારવા, ચમનપુરા વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે, આ તમામ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. જેના કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત બાપુનગર, કાલુપુર અને શારદાબેન હોસ્પિટલ વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાયાની સ્થિતિ સર્જાઇ છે.

ભારે વરસાદના કારણે શાહિબાગ અંડર બ્રિઝની આસપાસ સવારે જ ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત વરસાદમાં અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે. વરસાદમાં બાઇક સ્લિપ થઇ જવાના કારણે, અથવા બ્રેક નહીં લાગવાના કારણે અકસ્માતો સર્જાઇ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારે સવારથી જ વાદળછાયા વાતાવરણની વચ્ચે છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો પરંતુ મોડી સાંજે પ‌શ્ચિ‌મી મધ્યપ્રદેશ અને તેની આસપાસ સર્જા‍યેલાં ડિપ્રેશન અને લો પ્રેસરની અસરોને પગલે વરસાદ વરસવાનું શરૂ થઇ ગયું હતું. જેના કારણે ભારે બફારામાંથી છૂટકો મળ્યો હતો અને અમદાવાદીઓએ ઠંડકમાં રાહતનો શ્વાસ લીધો હતો.

એક નજર કરો અમદાવાદના એ વિસ્તારો પર જ્યાં જ્યાં ભરાયા પાણી...

અનુપમ સિનેમા

અનુપમ સિનેમા

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી અનુપમ સિનેમા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. અત્રે એક બસ પણ બગડી ગઇ હતી.

દિવાન બલ્લુભાઇ શાળા(પૂર્વ), અમદાવાદ

દિવાન બલ્લુભાઇ શાળા(પૂર્વ), અમદાવાદ

શહેરના કાંકરિયા વિસ્તારમાં આવેલી દિવાન બલ્લુભાઇ શાળાની સામે પણ જોરદાર પાણી ભરાયા હતા. સામે આવેલા શનિદેવ અને હનુમાનજીના મંદિરના ચાર પગથિયા સુધી પાણી આવી ગયા હતા.

રાયપુરથી કાલુપુર રોડ પર પાણી

રાયપુરથી કાલુપુર રોડ પર પાણી

રાયપુરથી કાલુપુર રોડ પર જતા જોરદાર પાણી ભરાયા છે. જ્યારે આ રોડ પર બનેલા બીઆરટીએસ રોડ પર પણ પાણી ભરાઇ ગયા હતા. સામાન્ય રોડ પર વધારે પાણી હોવાના પગલે દ્વિચક્રી વાહનો બીઆરટીએના રૂટ પર વાહન ચલાવી રહ્યા હતા.

પ્રેમ દરવાજા

પ્રેમ દરવાજા

શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલા પ્રેમ દરવાજાથી ઇદગાહ જતા રોડ પાસે પણ ખૂબ જ વધારે પાણી ભરાઇ ગયા હતા, જેના પગલે આસપાસની પોળાના રહેવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

પ્રેમ દરવાજા

પ્રેમ દરવાજા

શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલા પ્રેમ દરવાજાથી ઇદગાહ જતા રોડ પાસે પણ ખૂબ જ વધારે પાણી ભરાઇ ગયા હતા, જેના પગલે આસપાસની પોળાના રહેવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

ગિરધરનગર, અસારવા

ગિરધરનગર, અસારવા

અસારવા ગિરધરનગર વિસ્તારમાં પણ ખૂબ જ પાણી ભરાયું હતું. જ્યાં બાબુ જગજીવનરામ બ્રિજથી ઉતરતા જ લોકોને પાણીનો સામનો કરવો પડે છે. પાણીમાં વિહિકલો ખરાબ થઇ જતા લોકોએ બ્રિજ પર રોકાઇ જવું પડ્યું હતું. આ ઉપરાંત શાહિબાગમાં આવેલા શનિમંદિર ખાતે પણ થોડું પાણી ભરાયું હતું.

હરિપુરા બ્રિજ, હાટકેશ્વર

હરિપુરા બ્રિજ, હાટકેશ્વર

દક્ષિણીથી હાટકેશ્વર તરફ જતા આવતા હરિપુરા બ્રિજની નીચે પણ જોરદાર પાણી ભરાયા છે.

English summary
Heavy rainfall in Ahmadabad at last midnight, see in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X