Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gujarat Weather: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Gujarat Weather: આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જૂનાગઢમાં અતિભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, સાબરકાંઠા, અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, મહેસાણામાં પણ અતિભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, રાજ્યના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Gujarat Weather

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25 ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે. અડધા ગુજરાતને ધમરોળ્યા બાદ આજથી ફરી મેઘરાજા અનેક વિસ્તારોમાં ધડબડાટી બોલાવી શકે છે. હવામાન વિભાગનું માનીએ તો એક દિવસ બાદ અમદાવાદમાં ભારે વરસાદની પ્રબળ શક્યતા છે. હાલ રાજ્યમાં એક સાથે 2 સિસ્ટમ સક્રિય છે. જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

આજે ભારે વરસાદની આગાહી

અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ વરસાદને લઈ મોન્સૂન ટ્રફ અને સાયકલનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે, રાજ્યના દરિયાકાંઠે સિગ્નલ 3 લગાવવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 234 તાલુકાઓમાં વરસાદ નોંધાયો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 234 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ દ્વારકાના ભાણવડમાં 5 ઈંચ વરસાદ, જામજોધપુરમાં 4.49 ઈંચ, ભેસાણમાં 4.37 ઈંચ, ધરમપુરમાં 4.29 ઈંચ, નડિયાદમાં 4.02 ઈંચ, કોટડા-સાંગાણીમાં 3.98 ઈંચ વરસાદ, પારડીમાં 3.90 ઈંચ, પાલનપુરમાં 3.58 ઈંચ, વ્યારામાં 3.50 ઈંચ, વિજયનગરમાં 3.31 ઈંચ, ગણદેવીમાં 3.23 ઈંચ, ખેડબ્રહ્મામાં 3.15 ઈંચ, શિનોરમાં 2.95 ઈંચ, સોનગઢમાં 2.95 ઈંચ, દાંતામાં 2.95 ઈંચ, વિસનગરમાં 2.87 ઈંચ, ખેરગામમાં 2.76 ઈંચ, પોશીનામાં 2.64 ઈંચ વરસાદ નોંધાયો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X