દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 107 તાલુકાઓમાં મેઘમહેર, જૂનાગઢમાં અતિ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 107 તાલુકાઓમાં મેઘરાજાએ મહેર કરી જેમાં 35 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

અમદાવાદઃ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 107 તાલુકાઓમાં મેઘરાજાએ મહેર કરી જેમાં 35 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. અમરેલીના ખાંભામાં બે કલાકમાં બે ઈંચ સહિત સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. વળી, હવામાન વિભાગે આગાહી કરી છે કે જૂનાગઢમાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં હજુ સિઝનનો સરેરાશ 15 ટકા વરસાદ નોંધાયો છે.

રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદ ખાબક્યો

રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદ ખાબક્યો

રાજ્યમાં વલસાડના પારડીમાં 3.6, ઉમરગામમાં 2.71, વાપીમાં 2.20, અમરેલીના સાવરકુંડલામાં 3.11 વરસાદ નોંધાયો હતો. ખાંભામાં સોમવારે બપોરે 2થી 4 વાગ્યા દરમિયાન 2 ઈંચ, પારડીમાં સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન દોઢ ઈંચ, ઉમરગામમમાં 1.75 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત જૂનાગઢના વિસાવદર, સુરતના પલસાણા, સુરત શહેર, અમરેલીના ધારી-વાડિયા, નવસારીના ખેરગામમાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગે 5 જુલાઈએ સુરત, નવસારી, વલસાડ, ભરુચ, તાપી, ડાંગ, આણંદ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે 6 જુલાઈએ નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકામાં તેમજ 7 જુલાઈએ સુરત નવસારી, વલસાડ, દમણ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેમજ 8 જુલાઈએ અતિ ભારે તેમજ અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

સુરત અને નવસારીમાં એનડીઆરએફની ટીમ તૈનાત

સુરત અને નવસારીમાં એનડીઆરએફની ટીમ તૈનાત

સાવરકુંડલામાં ધોધમાર વરસાદના કારણે ગોજારો નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સાવરકુંડલાની મધ્યમાંથી પસાર થતી નાવલી નદીમાં પૂર આવ્યુ. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ ઈંચથી વધુ વરસાદ ખાબકતા ઉપલેટાના ચકલી ચોરા, જવાહર રોડ વિસ્તારમાં પાણી ભરાયા. સુરતમાં પણ 6 કલાકમાં પોણા બે ઈંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ ચોર્યાશી તાલુકામાં નોંધાયો છે. સુરત અને નવસારીમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમ એલર્ટ થઈ ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X