For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં 4 દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી, ગામ-શહેરોમાં NDRF તૈનાત

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની ચેતવણી આપી છે. જેના કારણે અનેક ગામડાઓ અને નગરોમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની ચેતવણી આપી છે. જેના કારણે અનેક ગામડાઓ અને નગરોમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમજ માછીમારોને દરિયામાં ન જવા માટે કહેવામાં આવ્યું હતું. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યા છે જેનો વેગ 50 કિમી પ્રતિ કલાકનો હોઈ શકે છે. 30 જુલાઈએ સાબરકાંઠા, વલસાડ અને મહિસાગર જેવા જિલ્લાઓ ભારે વરસાદની પકડમાં રહેશે.

રાજ્યના વિવિધ ભાગોમાં થયો વરસાદ

રાજ્યના વિવિધ ભાગોમાં થયો વરસાદ

હવામાન વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને તેને અડીને પશ્ચિમ બંગાળના કાંઠાના વિસ્તારોમાં હવાના દબાણના ઓછા દબાણથી સર્જાયેલી પરિસ્થિતિની અસર ગુજરાત સુધી પહોંચી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી સક્રિય ચોમાસાને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. આવામાં આગામી ચાર દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારેમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

નવસારીમાં ભારેમાં ભારે વરસાદની આશંકા

નવસારીમાં ભારેમાં ભારે વરસાદની આશંકા

ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વલસાડ, નવસારીમાં ભારેમાં ભારે વરસાદની આશંકા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં રવિવારે ભારે વરસાદ પડવાની સંભાવના છે.

મુંબઈમાં વરસાદનો કહેર, કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયાં, 17 ફ્લાઈટ ડાયવર્ટમુંબઈમાં વરસાદનો કહેર, કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયાં, 17 ફ્લાઈટ ડાયવર્ટ

આ જિલ્લાઓમાં પણ સંભાવના

આ જિલ્લાઓમાં પણ સંભાવના

જ્યારે ગુજરાતના પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી અને સૌરાષ્ટ્રના ભાગોમાં સારા વરસાદની સંભાવના છે.

30 જુલાઈએ કચ્છમાં પણ મેઘ વરસશે

30 જુલાઈએ કચ્છમાં પણ મેઘ વરસશે

સોમવારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, મોરબી, જામનગર અને અમરેલી સહિતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડશે. તે પછી, 30 જુલાઈએ કચ્છ અને અન્ય ભાગોમાં પણ મેઘ વરસશે.

English summary
Heavy rains warning in Gujarat for next 4 days, NDRF deployed in many cities
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X