Gujarat Rain: ગુજરાતના આ 5 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં કેવો પડશે વરસાદ?
Gujarat Rain: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે રાજ્યમાં એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે રાજ્યમાં આગામી 3 દિવસ મુશળધાર વરસાદ વરસશે.

Gujarat Rain Forecast: આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. આજે ગુજરાતના સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. તો દક્ષિણમાં નવસારી, વલસાડ તેમજ સંઘપ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. તો સુરત, તાપી, દ્વારકા, પોરબંદર, રાજકોટ, ભાવનગર અને ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, કચ્છ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ, ખેડા, આણંદમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે.
જ્યારે મધ્યના વડોદરા, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, દાહોદ અને દક્ષિણના ભરૂચ જિલ્લામાં પણ યલો એલર્ટ અપાયું છે... યલો એલર્ટ વાળા જિલ્લામાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદ વરસવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.... વરસાદની આગાહીના પગલે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
રાજ્યના ક્યા જિલ્લામાં પડશે ભારે વરસાદ
ભરૂચ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, નવસારી, ડાંગ, તાપી, વલસાડ આ તમામ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય અમદાવાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, ગાંધીનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, ભાવનગર,અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ સહિતના આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી અવિરત વરસાદી માહોલ રહેશે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
