Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં મેઘરાજા બોલાવશે સટાસટી
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં મેઘરાજા સટાસટી બોલાવશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજા ગાજવીજ સાથે વરસશે. મોનસૂન ટ્રફ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આગામી 7 દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Gujarat Rain Forecast: ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. હજુ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાની વાત સામે આવી છે. દ્વારકા જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. નવસારી, વલસાડ, બનાસકાંઠા, પાટણમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, કચ્છ, દાદરાનગર હવેલી, દમણ, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, રાજ્યનાં દરિયાકાંઠે સિગ્નલ નં-3 લગાવવામાં આવ્યું છે.
હવામાન વિભાગ મુજબ આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસી શકે છે. ગાજવીજ સાથે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
રાજ્યમાં આવતીકાલે સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથ, ઉત્તર ગુજરાતના સાબરકાંઠાની સાથે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સંઘ પ્રદેશ દીવ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
આવતીકાલે 12 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લીની સાથે મહીસાગર, સુરત, તાપી અને ડાંગમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો
Gujarat Rain: રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા 21 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 78.99 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં 78.81 ટકા, સૌરાષ્ટ્રમાં 76.36 ટકા, ઉત્તર ગુજરાતમાં 74.67 ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં 71.97 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
-
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ











Click it and Unblock the Notifications
