Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Narendra Modi Mother passes away Live: હીરાબા મોદી પંચ તત્વમાં થયા વિલીન, પીએમ મોદીએ આપી મુખાગ્નિ

PM નરેન્દ્ર મોદીના 100 વર્ષની ઉંમરના માતા હીરાબેન મોદીનુ નિધન ગુજરાતી LIVE: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીનુ શુક્રવારે સવારે નિધન થયુ છે.

Narendra Modi Mother passes away: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનુ આજે એટલે કે શુક્રવારે સવારે નિધન થઈ ગયુ. તેમની તબિયત બગડ્યા બાદ તેમને અમદાવાદની યુએન મહેતા હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેઓ 100 વર્ષના હતા. તેમને શ્વાસ લેવાની તકલીફ બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નિધન બાદ પીએમ મોદીએ ટ્વિટ કરીને નિધનના સમાચાર આપ્યા.

heeraba

Dec 30, 2022, 10:20 am IST

પીએમ મોદી સ્મશાન ગૃહથી રવાના

પીએમ મોદી માતાના પાર્થિવ દેહને મુખાગ્નિ આપ્યા બાદ સ્મશાન ગૃહથી રવાના થયા.
Dec 30, 2022, 10:00 am IST

હીરાબા પંચ તત્વમાં થયા વિલીન

PM નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદી પંચ તત્વમાં વિલીન થઈ ગયા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી મુખાગ્નિ. હીરાબેન મોદીનુ આજે સવારે 3:30 વાગ્યે નિધન
Dec 30, 2022, 9:30 am IST

ટૂંક સમયમાં થશે અંતિમ સંસ્કાર

PM મોદીના માતા હીરાબેન મોદીના પાર્થિવ દેહને ગાંધીનગરના સ્મશાન ગૃહમાં લાવવામાં આવ્યો, હીરાબેન મોદીના અંતિમ સંસ્કાર ટુંક સમયમાં થશે.
Dec 30, 2022, 9:14 am IST

હીરાબેન મોદીના પરિવારે કરી અપીલ

આ મુશ્કેલ સમયમાં તેમની પ્રાર્થના માટે અમે દરેકનો આભાર માનીએ છીએ, અમારી બધાને નમ્ર વિનંતી છે કે દિવંગત આત્માને તમારા વિચારોમાં રાખો અને તમારા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો અને પ્રતિબદ્ધતાઓને ચાલુ રાખો, આ જ હીરાબાને સાચી શ્રદ્ધાંજલિ હશે - પીએમ મોદી પરિવારના સૂત્ર
Dec 30, 2022, 8:50 am IST

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ વ્યક્ત કર્યુ દુઃખ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વિટ કરીને પીએમ મોદીના માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો, કહ્યું- વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાના સો વર્ષના સંઘર્ષપૂર્ણ જીવન ભારતીય આદર્શોનું પ્રતીક છે.
Dec 30, 2022, 8:45 am IST

અંતિમ સફર પર પીએમ મોદીના માતા હીરાબા

PM મોદીના માતા હીરાબેન મોદી અંતિમ યાત્રા પર, અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી રહ્યા છે પાર્થિવ દેહ, PM નરેન્દ્ર મોદી પણ હાજર હતા સવારે 8:33 AM, 30 DEC PM મોદીએ માતાનો પાર્થિવ દેહ આપ્યો
Dec 30, 2022, 8:44 am IST

પીએમ મોદીએ માના પાર્થિવ દેહને આપી કાંધ

ગાંધીનગરમાં હીરાબેન મોદીની અંતિમ યાત્રા શરૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતાના પાર્થિવદેહને ખભો આપ્યો
Dec 30, 2022, 8:43 am IST

પીએમ મોદીએ માને આપી શ્રદ્ધાંજલિ

પીએમ મોદીએ માને આપી શ્રદ્ધાંજલિ
PM નરેન્દ્ર મોદી ગાંધીનગર ખાતે તેમના ઘરે પહોંચ્યા, માતા હીરાબેન મોદીને શ્રદ્ધાંજલિ આપી, પરિવારના અન્ય સભ્યો પણ હાજર રહ્યા
Dec 30, 2022, 8:36 am IST

પીએમ મોદી પહોંચ્યા પોતાના ઘરે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સ્વર્ગસ્થ માતા હીરાબેન મોદીના નિવાસસ્થાને પહોંચ્યા હતા, પરિવારના અન્ય સભ્યો પણ અંતિમ દર્શન કરવા ગાંધીનગર પહોંચ્યા હતા.
Dec 30, 2022, 8:36 am IST

પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને વ્યક્ત કર્યુ દુઃખ

પીએમ મોદીની માતાના નિધન પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કર્યું, લખ્યું- ભગવાન દિવંગત આત્માને સ્થાન આપે અને નરેન્દ્ર મોદી અને તેમના પરિવારના તમામ સભ્યોને દુઃખની આ ક્ષણોમાં હિંમત આપે.
Dec 30, 2022, 8:34 am IST

મલ્લિકાર્જૂન ખડગેએ કર્યુ ટ્વિટ

પીએમ મોદીની માતાના નિધન પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટ કર્યું- આ દુઃખની ઘડીમાં અમારી સંવેદના અને પ્રાર્થના સમગ્ર પરિવાર સાથે છે.
Dec 30, 2022, 8:33 am IST

PM નરેન્દ્ર મોદીના ભાઈ સોમાભાઈ મોદી અને પરિવારના અન્ય સભ્યો ગાંધીનગરમાં હીરાબેન મોદીના ઘરે પહોંચ્યા, PM મોદી ટૂંક સમયમાં પહોંચશે.
Dec 30, 2022, 8:33 am IST

જેપી નડ્ડાએ વ્યક્ત કર્યુ દુઃખ

પીએમ મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કર્યુ - હીરા બા જીનુ સંઘર્ષપૂર્ણ અને સદાચારી જીવન હંમેશા એક પ્રેરણા છે, જેમના સ્નેહ અને અખંડિતતાએ દેશને સફળ નેતૃત્વ આપ્યું.
Dec 30, 2022, 8:32 am IST

પીએમ મોદી અમદાવાદ પહોંચ્યા

પીએમ મોદી અમદાવાદ પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા, વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોમાં ભાગ લેશે.
Dec 30, 2022, 8:06 am IST

ગુલામ નબી આઝાદે ટ્વિટ કરીને વ્યક્ત કર્યુ દુઃખ

ડેમોક્રેટિક આઝાદ પાર્ટીના પ્રમુખ ગુલામ નબી આઝાદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો, ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો
Dec 30, 2022, 8:05 am IST

આસામના સીએમ હિમંતા બિસ્વાએ કર્યુ ટ્વિટ

પીએમ મોદીના માતાના નિધન પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ ટ્વિટ કર્યું- 100 ગૌરવશાળી વર્ષો સુધી, હીરાબેન માએ અમને બધાને તેમના સ્નેહથી આશીર્વાદ આપ્યા, તેઓ સાદગી, નમ્રતા અને વિશ્વાસના પ્રતીક હતા.
Dec 30, 2022, 8:05 am IST

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરીને વ્યક્ત કર્યુ દુઃખ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાના નિધન પર કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કર્યું, લખ્યું- માતાનું મૃત્યુ કોઈ પણ વ્યક્તિના જીવનમાં એવો ખાલીપો લાવે છે, જેની ભરપાઈ કરવી અશક્ય છે.
Dec 30, 2022, 8:04 am IST

એમપીના સીએમ શિવરાજ સિંહનુ ટ્વિટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતાના નિધનના સમાચારથી આઘાતમાં, મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટ કર્યું, "ભક્તિ, તપ અને કર્મની ત્રિવેણી, નરેન્દ્ર મોદી જેવા મહાન વ્યક્તિત્વનું સર્જન કરનાર માતાના ચરણોમાં વંદન.
Dec 30, 2022, 8:03 am IST

હીરાબાના નિધન પર સીએમ યોગીનુ ટ્વિટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબેન મોદીના નિધન પર યુપીના સીએમ યોગી આદિત્યનાથે ટ્વિટ કરીને કહ્યું- પુત્ર માટે માતા આખી દુનિયા છે. માતાનું અવસાન એ પુત્ર માટે અસહ્ય અને ભરપાઈ ન થઈ શકે તેવી ખોટ છે.
Dec 30, 2022, 8:02 am IST

અમિત શાહે ટ્વિટ કરીને વ્યક્ત કર્યુ દુઃખ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાના નિધન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું, લખ્યું- માતા વ્યક્તિના જીવનની પ્રથમ મિત્ર અને શિક્ષક છે, જેમની ખોટ નિઃશંકપણે વિશ્વનું સૌથી મોટું દુ:ખ છે.
Dec 30, 2022, 8:01 am IST

માના નિધન પર પીએમનુ ટ્વિટ

PM મોદીએ ટ્વીટમાં લખ્યુ, 'ગૌરવપૂર્ણ સદીનુ ભગવાનના ચરણોમાં વિરામ. મામાં મે હંમેશા એક ત્રિમૂર્તિ અનુભવી છે જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.'
Dec 30, 2022, 7:59 am IST

શુક્રવારે સવારે 3.30 વાગે હીરાબાનુ નિધન

હીરાબેન મોદીને નાદુરસ્ત તબિયતના કારણે અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા, શુક્રવારે સવારે 3.30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
Dec 28, 2022, 5:37 pm IST

પીએમ મોદી માતાને મળ્યા બાદ બહાર આવ્યા છે.
Dec 28, 2022, 5:20 pm IST

પીએમ મોદીની માતાની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
Dec 28, 2022, 5:05 pm IST

પીએમ મોદીની માતા હીરાબાને કફની સમસ્યા હોવાનુ જણાવવામાં આવી રહ્યું છે.
Dec 28, 2022, 4:58 pm IST

રાહુલ ગાંધીએ ટ્વીટ કરી પીએમ મોદીની માતા હીરાબાના જલ્દી સ્વાસ્થ થવાની કામના કરી
Dec 28, 2022, 4:52 pm IST

કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ટ્વીટ કર્યું કે મોદીજીની માતા હીરા બાને હોસ્પિટલમાં દાખલ કરવાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સમગ્ર દેશની પ્રાર્થના તેમની સાથે છે. મને ખાતરી છે કે તેઓ જલ્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફરશે.
Dec 28, 2022, 4:52 pm IST

અખિલેશ યાદવે ટ્વિટ કરીને પીએમ મોદીની માતાના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે.
Dec 28, 2022, 4:49 pm IST

પીએમ મોદી તેમની બિમાર માતા હીરાબાને જોવા માટે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં પહોંચ્યા હતા. આ દરમિયાન ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હોસ્પિટલમાં હાજર છે.
Dec 28, 2022, 4:42 pm IST

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા છે અને શહેરના યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર તરફ પ્રયાણ કર્યું છે જ્યાં તેમની માતા હીરાબેન મોદી દાખલ છે.
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X