પોલીસ ભરતીમાં હાઈટને લઈને વિવાદ, મામલો હાઈકોર્ટ પહોંચ્યો
ગુજરાત પોલીસ ભરતી 2026 માં ઊંચાઈ માપણી બાબતે મોટો વિવાદ છેડાયો છે. આ મામલો હવે ગુજરાત હાઈકોર્ટના દ્વારે પહોંચતા ભરતી પ્રક્રિયા સામે સવાલો ઉભા થયા છે.
ઉમેદવારોનો આક્ષેપ છે કે શારીરિક કસોટી (PET) દરમિયાન તેમની ઊંચાઈમાં ગરબડ કરવામાં આવી છે. અગાઉની ભરતીમાં પાસ થયેલા યુવાનો પણ આ વખતે અયોગ્ય જાહેર થયા છે.

ગાંધીનગર, અમદાવાદ અને બનાસકાંઠાના અનેક ઉમેદવારોએ આ મામલે હાઈકોર્ટમાં ધા નાખી છે. અગાઉ 165 સેમી ઊંચાઈ ધરાવતા ઉમેદવારો અત્યારે આ મર્યાદામાં નિષ્ફળ જઈ રહ્યા છે.
જસ્ટિસ નિર્જર મહેતાએ આ કેસમાં કડક વલણ અપનાવી દરેક અરજદારને 10,000 રૂપિયા જમા કરાવવા આદેશ કર્યો છે. જો ઉમેદવારનો દાવો સાચો પડશે તો જ આ રકમ પરત મળશે.
કોર્ટે 19 ફેબ્રુઆરીએ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ઓફિસરની હાજરીમાં ફરીથી ઊંચાઈ માપવાનો આદેશ આપ્યો છે. આ પ્રક્રિયાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.
સમગ્ર ઊંચાઈ માપણી પ્રક્રિયાની પારદર્શિતા જાળવવા માટે તેનું વીડિયો રેકોર્ડિંગ કરવા પણ સૂચના અપાઈ છે. આ તપાસનો ફાઈનલ રિપોર્ટ આગામી 23 ફેબ્રુઆરીએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
