For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગરમાં નવા નોંધાયેલા મતદારો માટે હેલ્પલાઇન શરૂ કરાઈ

ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગના મતદારો પોતાનું મતદાન યાદીમાં નામ કયા ભાગમાં, કયા ક્રમ ઉપર નોંધાયેલ છે, તેની માહિતી પોતાના ઘરે બેઠા સરળતાથી મેળવી શકે તે માટે હેલ્પલાઇન નંબર- ૧૯૫૦ કાર્યરત કરાયો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગના મતદારો પોતાનું મતદાન યાદીમાં નામ કયા ભાગમાં, કયા ક્રમ ઉપર નોંધાયેલ છે, તેની માહિતી પોતાના ઘરે બેઠા સરળતાથી મેળવી શકે તે માટે હેલ્પલાઇન નંબર- ૧૯૫૦ કાર્યરત કરાયો છે.

gandhinagar

ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં ૧૩.૨૫ લાખ મતદારો છે. જેમાં દહેગામમાં ૨.૨૦ લાખ ગાંધીનગર દક્ષિણમાં ૩.૭૧ લાખ, ગાંધીનગર ઉતરમાં ૨.૫૩ લાખ, માણસામાં ૨.૩૦ લાખ અને કલોલમાં ૨.૪૮ લાખ મતદારો પોતાના વિધાનસભા મતદાર વિભાગમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

મતદારોને મતદાન કરવામાં સરળતા રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા મતદારોની સુવિધા માટે હેલ્પલાઇન ટેલીફોન નંબર, વેબસાઇટ અને એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ તમામ પરથી મતદારો પોતાનું મતદારા યાદીમાં નામ કયા ભાગ નંબરમાં, કયા ક્રમ ઉપર નોંધાયેલું છે, કયા મતદાન મથક પર મતદાન કરવા જવાનું છે, તે અંગેની માહિતી મતદારો સરળતાથી મેળવી શકે તેવા ઉમદા હેતુથી રાજય કક્ષાએ ગાંધીનગર ખાતે હેલ્પલાઇન ટેલિફોન નંબર- ૧૯૫૦ કાર્યરત છે. આ હેલ્પલાઇન પરથી મતદારો પોતાની માહિતી મેળવી શકશે.

આ ઉપરાંત મતદાર યાદીમાં પોતાનું નામ શોધવા માટે ભારતના ચૂંટણી પંચની વેબસાઇટ તથા Voter Helpline એપ્લિકેશન ઉપરથી મતદારોને માહિતી મેળવી શકશે.

તેની સાથે ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા એક્ષ્પેન્ડીચર મોનીટરીંગ સેલ શરૂ કરવામાં આવ્યો છે. જે રાઉન્ડ ધ કલોક ચાલુ રહેશે. ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન આચારસંહિતા ભંગને લગતી કોઇ પણ પ્રકારની ફરિયાદ નોંધાવી શકાશે તેમજ પોલીસ અધિક્ષક ગાંધીનગરની કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.

English summary
Helpline launched for newly registered voters in Gandhinagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X