આ પાંચ કારણોસર નોન-વેજની લારીઓ પર લગાવવો પડ્યો પ્રતિબંધ!
અમદાવાદમાં ભાજપ શાસિત મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર માર્ગો અને શાળાઓ અને ધાર્મિક સ્થળોથી 100 મીટરના અંતરે કાર્યરત નોન-વેજ ફૂડ સ્ટોલ દૂર કરવાનો નિર્ણય લીધો છે.
અમદાવાદમાં ભાજપ શાસિત મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર માર્ગો અને શાળાઓ અને ધાર્મિક સ્થળોથી 100 મીટરના અંતરે કાર્યરત નોન-વેજ ફૂડ સ્ટોલ દૂર કરવાનો નિર્ણય લીધો છે. જો કે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારને લોકોની વિવિધ ખાદ્ય આદતોથી કોઈ સમસ્યા નથી. તો નિર્ણય શા માટે? રાજ્યમાં માંસાહારી ખોરાકનું વેચાણ કરતી લારીઓ પર પ્રતિબંધ મૂકવા માટે અહીં કેટલાક વિચિત્ર કારણો દર્શાવવામાં આવ્યા છે.

1. "અનહાઇઝિનિક"
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારના રોજ આણંદ જિલ્લાના બાંધણી ગામમાં ભાજપના કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે, કેટલાક લોકો શાકાહાર ખાય છે, કેટલાક લોકો માંસાહાર ખાય છે, ભાજપ સરકારને તેનાથી કોઈ વાંધો નથી. રસ્તા પરથી ચોક્કસ 'લારીઓ' દૂર કરવાની માંગણી કરવામાં આવી છે.
2. "ટ્રાફિકમાં ઉભો કરે છે અવરોધ"
મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, જો ખાદ્યપદાર્થોની લારીઓ રોડ ટ્રાફિકને અવરોધે છે, તો તેને દૂર કરવા અંગે સ્થાનિક નાગરિક સંસ્થાઓ નિર્ણયો લે છે.
"સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશનો અથવા નગરપાલિકાઓ ખાદ્યપદાર્થોની લારીઓ દૂર કરવાના નિર્ણયો લે છે. જો તેઓ શહેરના રસ્તાઓ પર ટ્રાફિકને અવરોધતા હોય તો તેઓ આમ કરી શકે છે."
3. "દુર્ગંધ"
AMCની ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન દેવાંગ દાનીએ સોમવારના રોજ જણાવ્યું હતું કે, "મંગળવારની સવારથી ચેકિંગ હાથ ધરવા અને મુખ્ય રસ્તાઓ પરથી ઈંડા અને માંસાહારી ખોરાક વેચતી ગાડીઓને હટાવવા માટે એસ્ટેટ વિભાગને આદેશ આપવામાં આવ્યો છે. બુધવારની સવારથી તેમને દૂર કરવામાં આવશે. આ ઉપરાંત ધાર્મિક સ્થળો, બગીચાઓ, જાહેર સ્થળો, શાળાઓ અને કોલેજોની 100 મીટરની રેન્જમાં આ લારીઓ પર પ્રતિબંધ છે. ખાસ કરીને મોર્નિંગ વોકર્સ, ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા રહેવાસીઓ અને માતા-પિતા તરફથી આ ગાડીઓમાંથી દુર્ગંધ આવવાની ફરિયાદો આવી હતી. તેઓ નાના બાળકોના મન પર નકારાત્મક અસર છોડી રહ્યા હતા.
4. "અતિક્રમણ અભિયાન"
ગુજરાતની "ઓળખ અને "પરંપરા"ને ટાંકીને, AMC રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે શનિવારના રોજ મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીને પત્ર લખીને રસ્તાઓ પર માંસાહારી ખોરાકના વેચાણ પર પ્રતિબંધ મૂકવા માટે રજૂઆત કરી હતી. આ સાથે ગેરકાયદેસર રીતે બિન શાકાહારી ખોરાકના પ્રસાર દ્વારા અતિક્રમણને તાત્કાલિક દૂર કરવા માટે પત્ર લખ્યો હતો. અમદાવાદ શહેરના જાહેર માર્ગો, ધાર્મિક અને શૈક્ષણિક સ્થળો અને અન્ય સ્થળો પર નોન વેજની લારીઓ દુર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
આ અગાઉ રાજકોટ, વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકાના રાજકીય નેતાઓએ મુખ્ય માર્ગો પરથી માંસાહારી ખાદ્યપદાર્થોની લારીઓ હટાવવા માટે સમાન આદેશો જાહેર કર્યા હતા અને તેમની સ્થાયી સમિતિની મંજૂરીની રાહ જોયા વગર તેમની નિયમિત અતિક્રમણ વિરોધી ઝુંબેશના ભાગરૂપે તેને દૂર કરવાની કાર્યવાહી કરી હતી..
ઉલ્લેખનીય છે કે, સ્થાયી સમિતિ એ કોઈપણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે. જે ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ મેનેજમેન્ટ જેવી વિવિધ સમિતિઓની દરખાસ્તો પર ચર્ચા કરે છે અને તેને ક્લિયર કરે છે. આ સમિતીના સભ્યો તરીકે કોર્પોરેટર્સને ચૂંટવામાં આવે છે.
5. "ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવી, સ્વાસ્થ્ય માટે જોખમ"
અમદાવાદમાં પ્રતિબંધ ભારતીય જનતા પાર્ટી (BJP) શાસિત રાજ્યમાં વડોદરા અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનોએ દુકાનદારો અને વિક્રેતાને ઈંડા સહિત નોન વેજિટેરિયન ફૂડ ઢાંકવાનો આદેશ આપ્યાના દિવસો બાદ આવ્યો છે, એમ કહીને કે તેનાથી હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી શકે છે. તેમાં એમ પણ ઉમેર્યું હતું કે, આવા સ્થળોએથી નીકળતો ધુમાડો પણ સ્વાસ્થ્ય માટે જોખમી છે. ઉલ્લેખીય છે કે, વડોદરા, રાજકોટ અને દ્વારકા જેવા શહેરોમાંથી પણ જાહેર સ્થળોએથી નોન વેજ ફૂડની ગાડીઓ હટાવવાની માગ ઉઠી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યની લગભગ 40 ટકા વસ્તી ઇંડા અથવા માંસ ખાય છે. રાજસ્થાન, હરિયાણા અને પંજાબ જેવા રાજ્યો કરતાં વધુ માંસાહારી ગુજરાતમાં છે. રાજ્યમાં સ્ત્રીઓ કરતાં પુરુષો વધુ માંસાહારી છે. સરકારી અધિકારીઓ કહે છે કે, રાજ્યમાં 38 ટકા મહિલાઓ માંસાહારી છે. રાજસ્થાન કરતા ગુજરાતમાં 55 ટકા વધુ માંસાહારી છે, જે ભારતમાં સૌથી વધુ શાકાહારી રાજ્ય છે, જ્યાં માત્ર 25.1 ટકા લોકો જ માંસાહારી છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ ડેટા 2014ના સેમ્પલ સર્વેનો છે અને આજે આ સંખ્યા ઘણી વધારે હોય શકે છે.












Click it and Unblock the Notifications
