ખુલાસો: દેશમાં 'મોદી લહેર', ગુજરાતમાં 'suicide લહેર'
ગાંધીનગર, 29 એપ્રિલ: દેશભરમાં ચાલી રહેલી 'મોદી લહેર' પોતાના જ રાજ્યમાં એટલી ભયાવહ છે, કોઇએ વિચાર્યું પણ નહી હોય. અમદાવાદથી લગભગ 400 કિલોમીટર દુર સૌરાષ્ટ્ર વિસ્તાર એટલે કે જામનગર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાઓમાં ગત 10 વર્ષોમાં ખેડૂતોની આત્મહત્યાની ટકાવારી સૌથી વધુ છે.
ભારતના કેટલાક ગામોની જેમ ગુજરાતના તે વિસ્તારોમાં સિંચાઇની પુરતી સગવડ નથી અને નહેરો બનાવવામાં આવી નથી, એટલા માટે સારા પાક માટે ખેડૂતો વરસાદ પર નિર્ભર રહે છે. ઓછા વરસાદની ભરપાઇ માટે કુવો ખોદીને પાણી નિકાળી શકાય છે પરંતુ જો સરકારી વિજળી કનેક્શન ન હોય તો ફક્ત ખેડૂતોના ખર્ચા જ નહી, દુખ-દર્દ પણ ઘણા વધી જાય છે.
વર્ષ 2012માં બરોબર વરસાદ થયો નહી. એક પછી એક બે વખત પાક ખરાબ થઇ ગયો તથા ખેડૂત અપ્ર 80,000 રૂપિયાનું દેવું થઇ ગયું હતું, અને એક દિવસ જ્યારે ગામવાળા તેના ખેતરમાંથી પસાર થઇ હતા તો મજબૂર ખેડૂતનું શરીર એક ઝાડ પર લટકતું હતું.

દેવાની ફરજ
કૃષિના કારણોને લઇને કરવામાં આવેલી આત્મહત્યા પર આર્થિક અથવા અન્ય મદદ આપવાની ગુજરાત સરકાર હાલમાં કોઇ નીતિ નથી. જો કે દુર્ઘટના અથવા અકસ્માતમાં થયેલા મૃત્યું પર ખેડૂતના પરિવારને એક લાખ રૂપિયાનું વળતર મળે છે.

તો થોડું દેવું માફ થઇ શકતું હતું
ગત વર્ષે પાક કેટલાક અંશે સારો થયો તો ખેડૂતો થોડા પૈસા ચૂકવી શક્યા. પરંતુ હજુ સુધી દેવું બાકી છે અને બેંકની નોટિસ નિયમિત રૂપે આવતી રહે છે. બધાની આશાઓ પર સરકાર પર ટકેલી છે. ખેડૂતોનું દર્દ બોલે છે ''અમે શું, આસપાસના કેટલાય ગામમાં તે વર્ષે વરસાદ થયો ન હતો, સરકાર તેમને દુકાળગ્રસ્ત જાહેર કરી દેતી તો થોડું દેવું માફ થઇ શકતું હતું.''

કેજરીવાલ 5,874 આત્મહત્યા ગણાવે છે ગુજરાત સરકાર 'એક'
ગુજરાતમાં વર્ષ 2003 થી 2012 દરમિયાન કેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી છે, તેનો સ્પષ્ટ આંકડો, નિવેદનો અને દાવાઓ વચ્ચે ક્યાંક છુપાયેલો છે. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ 5,874 કહે છે તો ગુજરાત સરકાર 'એક'.

કેજરીવાલના આંકડા
જો કે અરવિંદ કેજરીવાલનો આંકડો નેશનલ ક્રાઇમ રિકોર્ડ્સ બ્યૂરો પાસેથી લેવામાં આવ્યો છે જે આત્મહત્યા કરનારાઓને વ્યવસાય મુજબ વહેંચે છે, પરંતુ આત્મહત્યાનું કારણ બતાવ્યું નથી.

આત્મહત્યાનું કારણ કૃષિ નહી
ગુજરાત સરકાર એ તો માને છે કે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાં છે પરંતુ દાવો કરે છે કે તેનું કારણ કૃષિ સાથે જોડાયેલ નથી, પરંતુ પારિવારીક અને અન્ય મુશ્કેલીઓ છે.

પોલીસે 692 આત્મહત્યાઓની જાણકારી આપી
માહિતીના અધિકારના માધ્યમથી ગુજરાત સરકાર પાસે આત્મહત્યાના આંકડા માંગનાર આંદોલનકારી ભરત સિંહ ઝાલા કહે છે કે સરકાર ખોટું કહી રહી છે. ગુજરાત પોલીસે તેમને આ વર્ષના સમયગાળામાં 692 આત્મહત્યાઓની જાણકારી આપી જેમાં ભરત સિંહ ઝાલાએ જવાબ આપ્યો 150 કેસોમાં એફઆરઆઇની નકલ કઢાવી તો જાણવા મળ્યું કે આત્મહત્યાનું કારણ ખરાબ પાક લખવામાં આવ્યો હતો.

આત્મહત્યાનું કારણ કૃષિ નહી
તેમની આરટીઆઇના જવાબમાં જ્યારે કેન્દ્રિય કૃષિ મંત્રાલયે ગુજરાત સરકાર પાસેથી આંકડા માંગ્યા તો 668 આપવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે આત્મહત્યાનું કારણ કૃષિ સાથે જોડાયેલી ન હતી. કંઇક આવી જ 'લહેર' સામે ઝઝૂમી રહ્યો છે 'નમો'ના રાજ્યનો એક ભાગ. કહે છે કે હકિકત પરથી પડદો ઉઠતાં દર્દ દેખાઇ આવે છે.












Click it and Unblock the Notifications
