હિંમતનગરમાં તબીબ ગર્ભ પરિક્ષણ કરતો પકડાતા લાયસન્સ રદ્દ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

થોડા દિવસ પહેલા એવા અહેવાલ હતા કે ગુજરાતમાં દીકરીના જન્મને વધાવવામાં આવી રહ્યો છે અને તેના પરિણામે દીકરી જન્મદર વધ્યો છે. જોકે તેમ છતાં હજી પણ કેટલાક લોકો ગર્ભ પરિક્ષણ કરાવતા હોય છે અને ડોક્ટર્સ પોતાની નીતિમત્તા નેવે મૂકીને ગર્ભનું જાતિ પરિક્ષણ કરતા હોય છે આ જ એક ડોક્ટરની સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જાતિ પરીક્ષણ કરવાની હાટડી માંડીને બેઠેલો ગાયનેક ડોક્ટર અશ્વિન નાયક ગર્ભ પરિક્ષણ કરતો હોવાની બાતમી જિલ્લા આરોગ્ય વિભાગને મળી હતી. આ માહિતીને આધારે જિલ્લા આરોગ્ય વિભાગે અશ્વિન નાયકના નર્સિંગ હોમમાં સ્ટિંગ ઓપરેશન કર્યુ હતું. અને તબીબ ગર્ભ પરિક્ષણ કરતો ઝડપાયો હતો. આરોગ્ય વિભાગન ટીમે નર્સિંગ હોમમાં રહેલું સોનોગ્રાફી મશીન સીલ કર્યુ હતું તેમજ ડોક્ટરનું લાયસન્સ પણ રદ કર્યું હતું.

doctor raid

નોંધનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગે આ રીતે પ્રથમ વાર કોઈ નર્સિંગ હોમ પર દરોડો પાડ્યો હતો અને તબીબને ઝડપી પાડ્યો હતો. જિલ્લા આરોગ્ય વિભાગે તપાસ પણ આદરી છે કે અન્ય કોઈ ગાયનેક ડોક્ટર આ રીતે જાતિ પરિક્ષણનું ગેરકાયદે કામ કરે છે કે નહીં. જો આ રીતે ગેરકાયદે પરિક્ષણ કરતા ડોક્ટર ઝડપાસે તો આરોગ્ય વિભાગ તેનું લાયસન્સ રદ્દ કરી દેશે. ત્યારે આરોગ્ય વિભાગની આ ઝડપી કાર્યવાહી કારણે હિંમતનગરના અન્ય ડોક્ટરોમાં પણ ફફડાટ વધ્યો છે. ઉલ્લેખનીય છે કે ગર્ભ પરીક્ષણ દ્વારા છોકરો કે છોકરી છે તે જાણવું ગુનો છે. અને આવી કરનાર અને કરાવનાર બંન્ને અપરાધી ગણવામાં આવે છે.

English summary
Himatnagar: Doctor licenses cancelled after he caught for illegal pregnancy test

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.