હિંમતનગરની બાળકીએ સંભળાવી આજના શિક્ષણ-શિક્ષકોની વ્યથા, વિડિઓ વાયરલ
હિંમતનગરની બાળકીએ સંભળાવી આજના શિક્ષણ-શિક્ષકોની વ્યથા, વિડિઓ વાયરલ
ટેક્નોલોજીના આ જમાનામાં શિક્ષણ વ્યવસ્થા પણ સુધરવી જોઈએ પરંતુ ગુજરાતની પરિસ્થિતિ તેનાથી તદ્દન વિપરીત છે.. શિક્ષણને જ્યારથી વ્યવસાય બનાવી દેવામાં આવ્યો છે ત્યારથી જ ભારતના ભવિષ્યને શિક્ષણના ઠેકેદારોએ અંધકારમાં ધકેલી દીધુ છે. ગરીબ બાળકોને ભણવા માટે આજે સરકારી શાળાઓ તો છે પણ કેટલીય શાળા હજી પણ એવી છે જ્યાં પાયાની જરૂરિયાતો નથી, કેટલાય આદિવાસી ગામોમાં આજે પણ યોગ્ય શિક્ષણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી નથી. દેશ કે રાજ્યના બજેટમાં પણ શિક્ષણને લઈ કંઈ ખાસ જાહેરાતો નથી થઈ. આજે પણ શિક્ષક થાળી અને વેલણ લઈ તીડ ઉડાડવા મજબૂર થાય છે, ત્યારે હિંમતનગરથી એક બાળકીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે આજના શિક્ષણ અને શિક્ષકોની વ્યથા સંભળાવી રહી છે.

બાળકી આ વીડિયોમાં હાલની શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષણના વ્યાપારીકરણની વરવી વાસ્તવિકતા વર્ણવી રહી છે. બાળકીએ પોતાના વીડિયોમાં એક શિક્ષકની મુશ્કેલીઓ વિશે વર્ણન કર્યું, જે વીડિયો રાજ્યના શિક્ષકોમાં વાયરલ થઈ રહ્યો છે. પોતાની આ વાત દ્વારા બાળકીએ શિક્ષક કેવા કેવા કામોના બોજા હેઠળ દબાયેલો હોય તે અંગે ચિતાર રજૂ કર્યો છે.
Recommended Video

કહેવાય છેને કે સૌથી શાંતિ વાળી નોકરી શિક્ષકની પણ હકીકત એકદમ અલગ છે, શિક્ષકોને માથે આગામી સમાજનું ઘડતર કરવાની મહત્વની જવાબદારી રહેલી હોય છે, ત્યારે સરકારી કાર્યક્રમોમાં પણ શિક્ષકોને જબરદસ્તી હાજરી આપવા મજબૂર કરવામાં આવે છે ત્યારે આજનો શિક્ષક કરે તો કરે શું. તાજેતરમાં જ તીડ ઉડાડવા માટે શિક્ષકોને થાળી અને વેલણ લઈ સરકારે ખેતરે દોડતા કરી દીધા હતા. ત્યારે આજના શિક્ષકની અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારો થાય તે અંગે સરકારે પણ પગલાં ભરવાં જોઈએ અને શિક્ષક તથા વિદ્યાર્થીઓને શિક્ષણ સિવાયના કાર્યક્રમોથી રાહત મળવી જોઈએ. જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા ત્યારે પણ માત્ર અમદાવાદ અને આજુબાજુના વિસ્તારના 1000 જેટલા શિક્ષકોને પોતાની શાળાઓના વિદ્યાર્થીઓ સાથે કાર્યક્રમમાં હાજર રહેવા ફરજ પાડી હતી. CBSE બોર્ડની પરિક્ષા પણ આ દિવસે જ શરૂ થઈ હતી ત્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આવા કામમા રોકવા કેટલું યોગ્ય?












Click it and Unblock the Notifications
