રાહુલ ગાંધીના કાફલાનો હિંમતનગરમાં થયો વિરોધ
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના કાફલા પર હિંમતનગરમાં કરવામાં આવ્યો વિરોધ. લોકોએ કાળા વાવટા ફરકાવ્યા. વધુ જાણો અહીં.
રાહુલ ગાંધી હાલ ઉત્તર ગુજરાતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ચોથા તબક્કાનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે હિંમતનગરમાં જ્યારે રાહુલ ગાંધીની બસ પસાર થઇ રહી હતી ત્યારે કેટલાક લોકોએ કાળા વાવટા ફરકાવીને તેમના કાફલાનો વિરોધ કર્યો હતો. અને મોદી મોદીના નારા લગાવ્યા હતા. નોંધનીય છે કે એક તરફ જ્યાં રાહુલ ગાંધીની ઉત્તર ગુજરાતની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે ત્યાં જ બીજી તરફ હિંમતનગરમાં તેમનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ તે જ્યારે ગુજરાતમાં બનાસકાંઠાના પૂર પછી ધાનેરા આવ્યા હતા ત્યારે પર વેપારીઓએ તેમની સભામાં મોદી મોદીના નારા લગાવ્યા હતા. અને તેમના કાફલા પર પથ્થર ફેંકવાની ઘટના પણ બની હતી. જે પછી આ વખતના ચૂંટણી પ્રચાર માટે તેમની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે હિંમતનગરમાં અચાનક જ તેમની બસ જ્યારે પસાર થઇ રહી હતી. ત્યારે કેટલાક લોકોએ કાળા વાવટા ફરકાવીને અને મોદી મોદીના નારા લગાવીને રાહુલ ગાંધીનો વિરોધ કર્યો હતો.












Click it and Unblock the Notifications
