Himatnagar ring road : હિંમતનગર ફરતે ૪૮ કિલોમીટરનો રિંગરોડ બનશે

Himatnagar ring road : સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં રાજ્ય સરકારે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે શહેરી વિકાસ સત્તામંડળની રચના કરી છે, જેના નકશાઓ પણ તાજેતરમાં જાહેર થયા છે.

આ યોજના હેઠળ હિંમતનગર શહેરની આસપાસ ૪૮ કિલોમીટર લાંબો રિંગરોડ બનાવવાની સાથે અન્ય વિકાસ કાર્યો પણ સૂચવાયા છે.

himatnagar municipal corporation

જો કે, આ વિકાસ યોજના અંગે કેટલાક લોકો દ્વારા ભ્રામક માહિતી ફેલાવીને ખોટા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને સ્પષ્ટતા કરી છે.

આ રિંગરોડ બનવાથી હિંમતનગર શહેરમાંથી પસાર થતા ભારે વાહનોનો ટ્રાફિક શહેરની બહારથી જ પસાર થઈ જશે, જેનાથી શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકનું ભારણ ઘટશે.

રિંગરોડના નિર્માણથી શહેરના વિસ્તરણને પ્રોત્સાહન મળશે અને આસપાસના વિસ્તારોમાં પણ નવા ઉદ્યોગો અને રહેણાંક પ્રોજેક્ટ્સનો વિકાસ થઈ શકશે. વાહનોનો ધુમાડો શહેરમાં ઓછો થવાથી પ્રદૂષણ પણ ઘટશે અને અકસ્માતોનું પ્રમાણ પણ ઘટી શકે છે.

જિલ્લા પ્રશાસને નાગરિકોને અપીલ કરી છે કે તેઓ કોઈ પણ પ્રકારની ભ્રામક વાતો પર ધ્યાન ન આપે અને આ વિકાસ યોજનાની સાચી માહિતી માટે સત્તાવાર સૂત્રો પર જ વિશ્વાસ કરે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X