For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિંદુ ધર્મ અપનાવો અને નોનવેજ ખાવાનું છોડી દો, ત્યારે જ લગ્ન કરીશ

ગુજરાતના સુરતમાં એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. અહીં એક મહિલાએ મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરતા પહેલા પોલીસ સ્ટેશનમાં હલફનામું દાખલ કર્યું અને બે મોટી શરતો મૂકી દીધી, જે વાંચીને પોલીસ પણ આશ્ચર્ય પામી હતી.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના સુરતમાં એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. અહીં એક મહિલાએ મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરતા પહેલા પોલીસ સ્ટેશનમાં હલફનામું દાખલ કર્યું અને બે મોટી શરતો મૂકી દીધી, જે વાંચીને પોલીસ પણ આશ્ચર્ય પામી હતી. હકીકતમાં, મહિલાએ હલફનામમાં લખ્યું હતું કે તે એક મુસ્લિમ યુવકે સાથે લગ્ન કરવા માટે તૈયાર છે, પરંતુ એક શરતે કે તે હિંદુ બનવા માટે તૈયાર થાય અને નોનવેજ ખાવાનું છોડી દે. અને એટલું જ નહિ તેને ક્યારેય રસોઈ બનાવવા માટે પણ દબાણ કરશે નહીં.

છોકરો-છોકરી ઘરેથી ભાગી ગયા હતા

છોકરો-છોકરી ઘરેથી ભાગી ગયા હતા

માહિતી અનુસાર, 18 વર્ષીય હિંદુ છોકરીને થોડા સમય પહેલા એક મુસ્લિમ છોકરા સાથે પ્રેમ થઇ ગયો. તે તેની સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેવા માંગતી હતી. ઘરના રાજી ન થયા હોય તો તે બંને ઘરેથી ભાગી ગયા. છોકરીના કુટુંબીજનોએ તેની ઘૂમ થવા અંગે ફરિયાદ નોંધાવી. પોલીસે ત્રણ દિવસ પછી યુગલની શોધ કરી. જો કે, છોકરી તેની સાથે લગ્ન કરવાની જીદ પર અડી રહી. છોકરીના ઘરનાએ તેણીને સમજાવી અને કહ્યું કે તેણીને લગ્ન કર્યા પછી નોનવેજ ખાવું અને બનાવવું પડશે.

હિન્દુઓ ધર્મ અપનાવે, નોનવેજ ખાવાનું છોડી દે પ્રેમી

હિન્દુઓ ધર્મ અપનાવે, નોનવેજ ખાવાનું છોડી દે પ્રેમી

24 મી એપ્રિલે, આ હલફનામું ઓક કટારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યું હતું. હલફનામા અનુસાર, છોકરી મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરવા તૈયાર છે, પરંતુ એક શરતે કે તે હિંદુ બનવા માટે તૈયાર થાય અને નોનવેજ ખાવાનું છોડી દે. એટલું જ નહિ તેને ક્યારેય રસોઈ બનાવવા માટે પણ દબાણ કરશે નહીં. છોકરીની હલફનામામાં, એક એગ્રીમેન્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં તે કહે છે કે છોકરાએ તેના પરિવારની હાજરીમાં હિંદુ ધર્મ અપનાવો પડશે. અને તે પણ વચન આપવું પડશે કે તે ક્યારેય ફરીથી મુસ્લિમ બનશે નહીં.

શરતો નહીં માની તો, લગ્ન કરશે નહિ

શરતો નહીં માની તો, લગ્ન કરશે નહિ

જણાવી દઈએ કે યુવતીએ 11 માર્ચના રોજ લગ્ન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. યુવતીનું કહેવું છે કે જો તેની શરતો સ્વીકારવામાં નહીં આવે તો તે લગ્ન કરશે નહીં. પોલીસનું કહેવું છે કે તેઓને છોકરીનું હલફનામું મળી ગયું છે.

English summary
hindu girl says muslim lover must convert his religion to marry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X