For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુસ્લિમ બાળકને ઉછેરનાર હિન્દુ માતાએ જીતી કાયદાકીય લડત!

|
Google Oneindia Gujarati News

gujarat high court
અમદાવાદ, 18 ઑગસ્ટ : ગુજરાતમાં થયેલા 2002ના કોમી રમખાણોની ઘટના દેશ-દૂનિયામાં જાણીતી છે. આ રમખાણોમાં હજારો લોકો હણાયા હતા અને હજારો ઘરવિહોણા બન્યા હતા. કંઇકેટલાય બાળકો અનાથ બન્યા હતા. આ દિવસોમાં ગુમ થયેલા કેટલાય બાળકોમાંથી એક બાળકનો અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બાળક જેનો જન્મ થયો મુસ્લિમ પરિવારમાં પરંતુ તેનો ઉછેર થયો એક હિન્દુ પરિવારમાં.

આ બાળકનું પહેલાનું નામ હતું મુઝફ્ફર જે હવે બદલાઇને વિવેક થઇ ગયું છે. અમદાવાદના ગુલબર્ગ 2002માં થયેલા રમખાણોમાં એક બાળક પોતાના માતા-પિતાથી છૂટો પડી ગયો હતો. ત્યારબાદથી તેને એક હિન્દુ પરિવાર ઉછેરી રહ્યો છે. જોકે હવે તેના અસલ (બાયોલોજીકલ) માતા-પિતા મળી ગયા છે.

આ બાળકના બાયોલોજીકલ પેરેન્ટ્સે તેને પોતાની પાસે રાખવા માટે કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. પરંતુ કોર્ટે અરજીને ફગાવતા જણાવ્યું કે જ્યાં સુધી વિવેક મોટો ના થઇ જાય ત્યાં સુધી તે પોતાની હિન્દુ માતા પાસે જ રહેશે. વિવેકની ઉંમર હાલમાં માત્ર 13 વર્ષની છે.

ઉલ્લેખનીય છે કે ગુલબર્ગમાં થયેલા 2002ના રમખાણોમાં ઘણા બાળકો ગુમ થયા હતા, જેમાંથી એક બાળક એક સિક્યુરિટી ગાર્ડને મળી આવ્યું હતું. આ ગાર્ડ બાળકને તેના કાકાના છોકરા વિક્રમના ઘરે લઇ આવ્યો. વિક્રમ અને તેની પત્ની મીના પટાણી તે બાળકનો આજ દિન સુધી ઉછેર કરી રહ્યા છે. બાદમાં વિક્રમનું નિધન થઇ ગયું ત્યારબાદથી મીના જ આ બાળકનો ઉછેર કરી રહી છે. બાદમાં આ કેસ ગુજરાત હાઇકોર્ટમાં પહોંચી ગયો.

આ કેસ ત્યારે ઉઠ્યો હતો જ્યારે ન્યાયાધીશ રવિ ત્રિપાઠીએ જૈબુનિસ્સાની અરજી રદ કરીને જણાવ્યું હતું કે જ્યાં સુધી બાળક મોટું ના થઇ જાય, અને તે પોતાના ભવિષ્ય અંગેનો નિર્ણય જાતે ના કરી લે, ત્યાં સુધી તે મીનાની પાસે જ રહેશે.

શેખ પરિવાર કોર્ટના આ નિર્ણયથી ખુશ નથી. પરંતુ સલીમનું કહેવું છે કે તેઓ ગુજરાત કોર્ટના આ નિર્ણયને સુપ્રિમ કોર્ટમાં પડકારશે. ન્યાયાધીશ ડીએચ વાગલેએ વચગાળાનો રસ્તો નિકાળતા જણાવ્યું કે શેખ પરિવાર રવિવારના દિવસે તેમના બાળકને મળી શકે છે.

English summary
Hindu mother who raised Muslim kid wins his custody in Ahmedabad. Hindu mother can keep muslim child : Gujarat high court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X