For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, બાળકી પર દુષ્કર્મ-હત્યા કરનારને ફાંસીની સજા!

દિલ્હી ગેંગરેપ બાદ દેશમાં સતત દુષ્કર્મ કરનારા આરોપીઓ વિરૂદ્ધ કાયજો સખ્તાઈથી કામ કરી કર્યો છે. કાયદામાં સુધારા બાદ ગુનેગારોને ફાંસીના માંચડા સુધી પહોંચાડવાનો રસ્તો સાફ કરાયો છે.

|
Google Oneindia Gujarati News

સુરત : દિલ્હી ગેંગરેપ બાદ દેશમાં સતત દુષ્કર્મ કરનારા આરોપીઓ વિરૂદ્ધ કાયજો સખ્તાઈથી કામ કરી કર્યો છે. કાયદામાં સુધારા બાદ ગુનેગારોને ફાંસીના માંચડા સુધી પહોંચાડવાનો રસ્તો સાફ કરાયો છે. જે બાદ હવે કોર્ટ આરોપીઓને ફાંસીની સજા સંભળાવી શકે છે. તે અંતર્ગત આજે સુરતની પોક્સો કોર્ટે બાળકી પર દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા સંભળાવી છે.

Surat

રાજ્ય અને દેશભરમાં હવે દુષ્કર્મના આરોપીઓ સામે કાયદાનો સકંજો કસાઈ રહ્યો છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે ફાંસી સંભળાવી છે. આ કેસની વાત કરીએ તો આરોપીએ પોર્ન વીડિયો જોઈને બાળકી પર દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટનામાં પીડિત બાળકીનું મોત થતા હત્યાનો ગુનો નોંધાયો હતો.

દિવાળીની આગલી રાત્રે આ આરોપીએ દુષ્કર્મ અન હત્યાને અંજામ આપ્યો હતો. આરોપી ગુટ્ટુ યાદવ 4 નવેમ્બરે બાળકીનું અપહરણ કરી તેને વડોદ નજીક ઝાડીઓમાં લઈ ગયો હતો. ત્યાં જઈ તેને બાળકી પર દુષ્કર્મ ગુજારી બાળકીની નિર્દયતાથી ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. બાળકીની હત્યા બાદ બે દિવસમાં આરોપી પોલીસની ગિરફ્તમાં આવ્યો હતો.

અહીં એક વાત ઉલ્લેખનિય છે કે, આ સમગ્ર ઘટનામાં માત્ર 33 દિવસમાં આરોપીને ફાંસી સુધી પહોચાડી દેવામાં આવ્યો છે. 4 નવેમ્બરે ઘટના બાદ પોલીસે માત્ર 8 દિવસમાં ચાર્જસીટ ફાઈલ કરી હતી. જે બાદ આઠ દિવસની ટ્રાયલ બાદ કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે સમગ્ર કેસમાં કુલ 69 સાક્ષીઓમાંથી 42 સાક્ષીઓ જ ચકાસ્યા હતા. આ સમગ્ર ઘટનામાં બીજી તરફ કોર્ટે પીડિત પરિવારને 20 લાખનું વળતર આપવા પણ કહ્યું છે.

English summary
Historic verdict of Surat Poxo court, death sentence for child molester!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X