ઈતિહાસ લખી રહી છે બીજેપી, ક્યારેય ન જીતેલી બોરસદ બેઠક પર પણ કબ્જો કર્યો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. એક તરફ રાજ્યમાં બીજેપી 150થી વધુ સીટો જીતી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ સાફ થતી જોવા મળી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. એક તરફ રાજ્યમાં બીજેપી 150થી વધુ સીટો જીતી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ સાફ થતી જોવા મળી છે. અહીં આમ આદમી પાર્ટી પોતાનું ખાતુ ખોલવામાં સફલ રહી છે. તમામ ઘટનાઓ વચ્ચે બીજેપીએ ક્યારેય ન જીતેવી બોરસદ બેઠક પણ કબ્જે કરી લીધી છે.
બોરસદ બેઠક પરથી બીજેપીના ઉમેદવાર રમણ સોલંકી વિજેતા બન્યા છે. આ બેઠક પર આ પહેલા ક્યારેય બીજેપી જીતી શકી ન હતી. 2 લાખ 61 હજાર 186 મતદારો ધરાવતી આણંદ જિલ્લાની બોરસદ વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. હવે બીજેપીએ અહીં કબ્જો કરી નવો ઈતિહાસ રચ્યો છે.
અહીં તમને જણાવી દઈએ કે બીજેપી ગુજરાતમાં જંગી બહુમતી સાથે 150થી વધુ સીટો જીતતી જોવા મળી રહી છે. આ સિવાય કોંગ્રેસને 16 અને આમ આદમી પાર્ટીને 5 આસપાસ સીટો મળતી જોવા મળી રહી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ બીજેપીને જંગી બહુમતી માટે મોકળો રસ્તો કરી આપ્યો હોય તેવી પરિસ્થિતી સર્જાઈ છે.