For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદની હોસ્પિટલમાં થઈ સર્જરી, જાણો તેમની સ્થિતિ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સવારે અમદાવાદની કેડી હોસ્પિટલમાં ભરતી થયા હતા.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સવારે અમદાવાદની કેડી હોસ્પિટલમાં ભરતી થયા હતા. મળતી માહિતી મુજબ અમિત શાહ આજે સવારે 9 વાગે એક માઈનર સર્જરી માટે હોસ્પિટલમાં ભરતી થયા હતા જે કરાવ્યા બાદ તે પોતાના ઘરે ચાલ્યા ગયા છે. સર્જરી કયા કારણે થઈ તેની માહિતી હજુ સુધી આપવામાં આવી નથી.

અમદાવાદની હોસ્પિટલમાં ભરતી થયા હતા અમિત શાહ

અમદાવાદની હોસ્પિટલમાં ભરતી થયા હતા અમિત શાહ

ન્યૂઝ ચેનલોના જણાવ્યા અનુસાર આજે લગભગ સાડા બાર વાગે તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી અને ત્યારબાદ અમિત શાહ ઘર માટે રવાના થઈ ગયા. તમને જણાવી દઈએ કે અમિત શાહ બુધવારથી જ પોતાના ગૃહનગર અમદાવાદમાં અંગત પ્રવાસે છે. અમિત શાહ મંગળવારે સાંજે જ અમદાવાદ પહોંચી ગયા હતા. કદાચ સ્વાસ્થ્યની મુશ્કેલીઓના કારણે અમિત શાહ અમદાવાદ ગયા છે.

અમિત શાહે કોંગ્રેસને સંભળાવી હતી ખરી ખોટી

અમિત શાહે કોંગ્રેસને સંભળાવી હતી ખરી ખોટી

આ પહેલા જમ્મુ કાશ્મીરથી કલમ 370 હટાવવાનો વિરોધ કરી રહેલા રાહુલ ગાંધીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આડા હાથે લઈને કોંગ્રેસ પર જોરદાર વિરોધ કર્યો હતો. અમિત શાહે કહ્યુ હતુ કે કોંગ્રેસે 370 હટાવવાનો વિરોધ કર્યો. આજે પણ રાહુલ ગાંધી જે નિવેદન આપે છે તેની પાકિસ્તાનમાં પ્રશંસા થાય છે. તેમના નિવેદનને પાકિસ્તાન પોતાની અરજીમાં શામેલ કરે છે.

આ પણ વાંચોઃ ‘ઉંમર' વિશેની આ વાત પર ટ્રોલ થઈ પ્રિયંકા ચોપડા તો નિક જોનસે આપ્યો જોરદાર જવાબઆ પણ વાંચોઃ ‘ઉંમર' વિશેની આ વાત પર ટ્રોલ થઈ પ્રિયંકા ચોપડા તો નિક જોનસે આપ્યો જોરદાર જવાબ

કોંગ્રેસીઓને શરમ આવવી જોઈએઃ અમિત શાહ

કોંગ્રેસીઓને શરમ આવવી જોઈએઃ અમિત શાહ

અમિત શાહે કહ્યુ કે કોંગ્રેસીઓને શરમ આવવી જોઈએ કે તેમના નિવેદનનો ઉપયોગ ભારત સામે થઈ રહ્યો છે. અમિત શાહે કહ્યુ કે અનુચ્છેદ 370 અને 35એ દેશના એકીકરણમાં અડચણ હતુ. મોદીને તમે ફરીથી પ્રધાનમંત્રી બનાવ્યા અને તેમણે સંસદના પહેલા જ સત્રમાં અનુચ્છેદ 370 ખતમ કરી દીધી. મોદી સિવાય આ કામ કોઈ બીજુ ના કરી શકે.

English summary
home minister amit shah discharged from hospital after minor surgery
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X