For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત પહોંચેલા અમિત શાહે 'વિકાસોત્સવ 2020'નુ કર્યુ ઉદઘાટન

વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે.

|
Google Oneindia Gujarati News

કચ્છઃ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. શાહે આજે કચ્છના રણમાં ટેન્ટ સિટીમાં સીમા ક્ષેત્ર પાસે 'વિકાસોત્સવ 2020'નુ ઉદઘાટન કર્યુ. ત્યારબાદ તે કચ્છ, પાટણ અને બનાસકાંઠી જિલ્લાના ગ્રામ પ્રધાનોને મળ્યા. એક બેઠક આયોજિત કરીને શાહે સરપંચોને સંબોધિત પણ કર્યા.

amit shah

ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે કચ્છના ધોરડો શહેર પહોંચ્યા. તેમના કાર્યક્રમમાં 158 ગામોના સરપંચ ભાગ લેવા આવ્યા. જેમાં કચ્છના 106, પાટણના 35 અને બનાસકાંઠાના 17 સરપંચ શામેલ છે. કાર્યક્રમ સાથે જોડાયેલ અધિકારી અનુસાર કચ્છના રણ ટેન્ટ સિટીમાં અમિત શાહ પહેલા જોરશોરથી તૈયારી કરવામાં આવી. સોશિયલ ડિસ્ટંસીંગને ફોલો કરીને અહીં બીએડીપી હેઠળ સીમાવર્તી વિસ્તારોમાં શિક્ષણ, રસ્તા, આરોગ્ય સાથે જોડાયેલા વિકાસકાર્યો પર ચર્ચા કરવામાં આવી. કોરોનાથી બચાવ માટે નિયમોનુ પાલન કરવામાં આવ્યુ. અમુક સરપંચે પોતાના અનુભવો શેર કર્યા.

કચ્છના રણમાં કાર્યક્રમ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા. વળી, કેન્દ્રીય ગ્રામીણ વિકાસ, કૃષિ તેમજ કિસાન કલ્યાણ અને પંચાયત મંત્રી નરેન્દ્રસિંહ તોમર, ગુજરાત રાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજા અને ગુજરાત પર્યટન રાજ્યમંત્રી વસનભાઈ આહિર પણ જોડાયા. કચ્છના અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલાએ જણાવ્યુ કે ગૃહમંત્રી અહી કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર તરફથી મળતા અનુદાનના ઉપયોગ વિશે સરપંચો પાસેથી માહિતી મેળવશે. ત્યારબાદ શાહ કચ્છ સ્થિત માતા આશાપુરાના મંદિરમાં પણ જાય તેવી સંભાવના છે. ત્યારબાદ તે દિલ્લી પાછા જશે.

આ પહેલા ન્યૂઝ એજન્સી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે ગૃહમંત્રી અમિત શાહ ટેન્ટ સિટીમાં 3 સીમાવર્તી જિલ્લા કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ગ્રામ પ્રધાનોની સભાને સંબોધિત કરશે. તેમના સંબોધન પહેલા તેમને બીએસએફ ગુજરાતના સીમાવર્તી વિસ્તારમાં થતા કામ વિશે માહિતી આપવામાં આવશે. એ પણ જણાવવામાં આવ્યુ કે તે અહીં હવે બીએસએફના જવાનોને સ્પેશિયલ ઑપરેશન મેડલથી સમ્માનિત કરશે.

નાણામંત્રીનુ એલાનઃ કંપનીઓ નોકરી આપે અને પીએફની મદદ લેનાણામંત્રીનુ એલાનઃ કંપનીઓ નોકરી આપે અને પીએફની મદદ લે

English summary
Home Minister Amit Shah's Gujarat visit today, meet a gathering of village heads.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X