For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૃહમંત્રી અમિત શાહે સાડા પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત 6 પોલિસ સ્ટેશનનુ કર્યુ લોકાર્પણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં સાડા પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત 6 પોલિસ સ્ટેશન અને નાયબ પોલિસ અધિક્ષક કચેરીનુ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં સાડા પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત 6 પોલિસ સ્ટેશન અને નાયબ પોલિસ અધિક્ષક કચેરીનુ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ કરવાના એક નવતર આયામો અપનાવી રાજ્ય સરકારે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં આમૂલ પરિવર્તન ચાલુ કર્યુ તે માટે ગૃહમંત્રી અમિત શાહે અભિનંદન પાઠવ્યા.

Recommended Video

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે ગ્રામ્યમાં 5.5 કરોડની ખર્ચે નવનિર્મિત 6 પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ કર્યું
ગુજરાતને શાંત, સલામત રાજ્યની ઓળખ અપાવી

ગુજરાતને શાંત, સલામત રાજ્યની ઓળખ અપાવી

ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યુ કે ભૂતકાળમાં ગુજરાતની છબી કર્ફ્યુ કેપિટલ અને છાશવારે રમખાણો થતા રાજ્યની હતી. હવે રાજ્ય પોલિસે અધ્યતન ટેકનોલૉજી, કૌશલ્યવર્ધન યુક્ત કર્મીઓની સમયબદ્ધ ભરતી, ગુજસિટોક જેવા કાનૂની ઢાંચાના નક્કર સમર્થનથી ગુજરાતને શાંત, સલામત, સુરક્ષિત અને વિકસિત રાજ્યની ઓળખ અપાવી છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે શું કહ્યુ

સીએમ ભૂપેન્દ્ર પટેલે શું કહ્યુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિકાસમાં કાયદો વ્યવસ્થાથી સંગીન સ્થિતિ અને લોકોની સુરક્ષાને પાયારૂપ ગણાવ્યા હતા. વળી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિત શાહના દિશાદર્શનમાં ગુજરાત પોલિસ બિટ પોલીસીંગથી સ્માર્ટ પોલીસિીંગ તરફ સફળતાપૂર્વક આગળ વધી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પોલિસ દળના સાયબર આશ્વસ્ત, વિશ્વાસ પ્રોજેક્ટ, 10 હજાર જવાનોએ 71 કરોડના ખર્ચે અપાનારા બોડીવૉર્ન કેમેરા જેવી સુવિધાઓથી રાજ્યના નાગરિકોની જાનમાલ સુરક્ષા, કાયદો વ્યવસ્થા જાળવણીમાં નવુ બળ મળ્યુ છે.

વર્ચ્યુઅલ લોકાર્પણમાં આ લોકો પણ જોડાયા

વર્ચ્યુઅલ લોકાર્પણમાં આ લોકો પણ જોડાયા

ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ ગુપ્તા, પોલિસ મહાનિર્દેશક શ્રી આશિષ ભાટિયા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ ગાંધીનગરથી સહભાગી થયા હતા. સાણંદના ધારાસભ્ય કનુભાઈ, ભાજપ પ્રદેશ અગ્રણી પ્રદીપસિંહ વાઘેલા તેમજ અમદાવાદ રેન્જ આઈજી કલેક્ટર અને પોલિસ અધિક્ષક વગેરે કાર્યક્રમ સ્થળેથી વર્ચ્યુઅલ લોકાર્પણમાં જોડાયા હતા.

English summary
Home Minister Amit Shah virtually inaugurates 6 newly constructed police stations at a cost of Rs 5.5 crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X