For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગર ખાતે વિશ્વ સાયકલ દિવસ નિમિતે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સાયકલ રેલી યોજાઇ

નેહરૂ યુવા કેન્દ્ર સંગઠન, ગાંધીનગર દ્વારા આજરોજ વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે સાયકલ રેલીનું આયોજન દાંડી કુટીર, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ સાયકલ રેલીને દાંડી કુટિરથી ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લીલી ઝંડી આપી

|
Google Oneindia Gujarati News

નેહરૂ યુવા કેન્દ્ર સંગઠન, ગાંધીનગર દ્વારા આજરોજ વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે સાયકલ રેલીનું આયોજન દાંડી કુટીર, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ સાયકલ રેલીને દાંડી કુટિરથી ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. સાયકલ રેલી દાંડી કુટીર થી રવાના થઇ ખ રોડ પર ખ ૨ - ખ ૩ થી ગ ૩ અને ઘ ૩ થઇ પરત દાંડી કુટીર આવી હતી.

HARSH SANGHAVI

આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના સહકારથી યુવા ભાઈ - બહેનો દ્વારા રાસ ગરબા તેમજ દેશ ભક્તિના ગીત પર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં રાષ્ટ્ર કક્ષાએ હેન્ડ બોલ સ્પર્ધામાં ભાગ લેવા બદલ કુ.ભાવિકા (રાષ્ટ્રીય યુવા સ્વયં સેવક)નું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા પંકજ માંરેચા, જિલા યુવા અધિકારી, નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર, ભાનુભાઈ શાહ, એ.પી.એસ. કમલેશભાઈ શેઠિયા, કુ, ભાવિકા, અજય સંગાડા,શ્રી અજયસિંહ સોલંકી હાર્દિક મોચી, મંથન શાહ, નીખીલ જાદવ એ ભારે જહેમત ઉઠાવી હતી. તેમજ સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન શ્રી ઋષિકેશ માંડલિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

English summary
Home Minister Harsh Sanghvi flagged off the rally
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X