ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી હોસ્પિટલ એન્ડ પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશનનો પ્રારંભ કરાયો
Hospital and Patient Care Improvement Mission : રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં મળતી સ્વાસ્થ્ય સુવિધાઓને દર્દીલક્ષી બનાવવાના લક્ષ સાથે હોસ્પિટલ એન્ડ પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશન હાથ ધરવામાં આવ્યું છે.
Hospital and Patient Care Improvement Mission : દર્દીઓ મળતી સ્વાસ્થ્ય સેવાઓ અને તેની સાથેના વ્યવહારમાં ગુણાત્મક સુધારો લાવવાના લક્ષ્ય સાથે હોસ્પિટલ એન્ડ પેશન્ટ કેર ઈમ્પ્રુવમેન્ટ મિશનનો પ્રારંભ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી કરવામાં આવ્યો છે. આ સાથે રાજ્યની 93 સરકારી હોસ્પિટલ્સમાં દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને માર્ગદર્શન અને સહાયરૂપ થવા સેવા કેન્દ્ર (હેલ્પ ડેસ્ક) બનાવવામાં આવશે.

હોસ્પિટલ એન્ડ પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશન અંતર્ગત રાજ્યની આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની તમામ GMERS મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલ્સ, જિલ્લા હોસ્પિટલ્સ અને પેટા જિલ્લા હોસ્પિટલ્સ ખાતે દર્દીઓ અને દર્દીઓના સગાઓને જરૂરી સ્વાસ્થ્ય સેવાઓ લેવામાં કોઈ મુશ્કેલી ન પડે અને જરૂરી માર્ગદર્શન મળી રહે, તેવા ઉમદા હેતુથી સેવા એ જ સાધનાના મંત્ર સાથે હેલ્પ ડેસ્ક (સેવા કેન્દ્ર) શરૂ કરવામાં આવશે.
આ સેવા કેન્દ્ર સંબંધિત આરોગ્ય સંસ્થાના જ્યાં દર્દીઓની અને તેમના સગાઓની સૌથી વધારે ભીડ અને ધસારો રહેતો હોય, તેવા ઈમરજન્સી વિભાગ અને ઓપીડી વિભાગ ખાતે કાર્યરત કરવામાં આવશે. જ્યાંથી દર્દીને આરોગ્ય સંસ્થામાં જે સ્વાસ્થ્ય સેવાની જરૂર છે, તે સેવા લેવામાં સરળતા અને માર્ગદર્શન મળી રહેશે. આરોગ્ય સેવાઓ અને સારવાર મેળવવામાં દર્દીઓ અને તેમના સગા-સબંધીઓને કોઈ મુશ્કેલી ન પડે અને હોસ્પિટલ તંત્રના સિક્યુરિટી ગાર્ડ અને વર્ગ-4 ના કર્મચારીથી લઈને તજજ્ઞ તબીબો તરફથી સહાનુભૂતિભર્યું વલણ અને વ્યવહાર દાખવવામાં આવે તેમજ કોર્પોરેટ કક્ષાની હોસ્પિટલમાં મળતી સેવાઓનો અનુભવ થાય, તેવા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

લાઇઝન ઓફિસર અને નોડલ ઓફિસરની નિમણૂક કરાઇ
હોસ્પિટલ એન્ડ પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશન અંતર્ગત 93 હોસ્પિટલ્સમાં ફરજ બજાવતા તમામ સંવર્ગના કર્મચારીઓ અધિકારીઓને દર્દી અને તેમના સ્વજનો સાથેના વ્યવહારમાં સુધારો લાવવા માટે તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે.
આ મિશનને સફળ બનાવવા દરેક હોસ્પિટલ અને આરોગ્ય સંસ્થાઓ માટે લાઇઝન ઓફિસર અને નોડલ ઓફિસરની નિમણૂક પણ કરવામાં આવી છે.

જનરલ હોસ્પિટલ, ગાંધીનગરને ગોલ્ફકાર્ટનું દાન મળ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે, વિવિધ ઉદ્યોગ ગૃહો અને અન્ય સંસ્થાઓ તરફથી પ્રાપ્ત થતા CSR ફંડ અને સ્વૈચ્છિક સેવા સંસ્થાઓના સહયોગથી હોસ્પિટલ એન્ડ પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશન હાથ ધરવામાં આવ્યું છે.
આ મિશન અંતર્ગત કેનેરા બેંકની ગાંધીનગર શાખા દ્વારા સિવિલ હોસ્પિટલ GMERS મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ, ગાંધીનગરને ગોલ્ફકાર્ટનું દાન પ્રાપ્ત થયું છે.

ગોલ્ફકાર્ટ આશીર્વાદરૂપ બની રહેશે
હોસ્પિટલમાં આવતા અશક્ત, વૃદ્ધ અને ગંભીર દર્દીઓને ચાલવામાં મુશ્કેલીઓ પડે છે, તેવા દર્દીઓને આરોગ્ય સેવા-સારવાર મેળવવા ICU, OPD અને ઇમરજન્સી સેન્ટર જેવા સ્થળોએ જવા-આવવામાં વ્હીલચેર, સ્ટ્રેચરનો ઉપયોગ કરવો પડતો હતો, તેના બદલે હવે આ ગોલ્ફકાર્ટ આશીર્વાદરૂપ બની રહેશે.
આ પ્રસંગે નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેક્ટર રમ્યા મોહન, કેનેરા બેંકના એજ્યુકેટિવ ડાયરેક્ટર અશોક ચંદ્ર, કેનેરા બેંકના ગુજરાતના હેડ શંભુલાલ, ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન નિયતિ લાખાણી, GMERS મેડિકલ કોલેજના ડીન, સિવિલ હોસ્પિટલ ગાંધીનગરના તથા કેનેરા બેંકના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
