જીટીયુ દ્વારા હોટેલ મેનેજમેન્ટની પરીક્ષા ઓબ્ઝર્વર વગર જ લેવાઇ ગઇ
જીટીયુની માન્યતા ધરાવતી વાસુદેવભાઇ એન્ડ કાંતિભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્જીનીયરિગ ફોર ડિપ્લોમા દ્વારા યૂનિને લેખિતમાં ફરિયાદ કરી છે. કે, હોટેલ મેનેજમેન્ટની પરીક્ષાનુ સેન્ટર અમારી કોલેજમાં હતુ પણ 22 જુનની પરીક્ષા કે સન્ટર બાબતે કોઇ જાણ કરવામાં આવી નથી. વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા ત્યારે જાણ થઇ હતી.

આ પરીક્ષા 10:30 વાગ્યે સુધી કોઇ ઓબ્ઝર્વર જ આવ્યા ન હતા. તો જોન દ્વારા એવુ કહેવામાં આવ્યુ હતુ કે, તેમને પરીક્ષાનો ખ્યાલ જ નથી. ઝઓનમાથી એવુ પણ કેહવામાં આવ્યુ હતુ કે, પેપર કાઢી નાખો અને પરીક્ષા તમારી જાતે લઇ લો ત્યાર બાદ 27 જુને ફરીથી પરીક્ષા હતી તેમા પણ ઓબ્ઝર્વર આવ્યા જ ન હતા. ફરીથી ઝોનમાં જાણ કરી તો કહેવામાં આવ્યુ કે, ઓબ્ઝર્વર નહી આવી શકે તમે પેપર કાઢીને પરીક્ષા લઇ લો.
સૌથી મહત્વન છે કે, ઓબ્ઝર્વર વગર પરીક્ષા ના લેવાઇ અને પરીક્ષાના પેપર ઓબ્ઝર્વરની હાજરીમા જ ખુલે છે. અને ઓબ્ઝર્વરે પરીક્ષા કેન્દ્ર પર ફરીજીયાત હાજર રહેવાનું હોય છે. આ પરીક્ષા મામલે કોલેજે યુનીને લેખિત માં જાણ કરી હતી કે, જો આ બે પરીક્ષામં કોઇ ગેરરીતિ સામે આવશે તો સસ્થાની જવાબદારી રહેશે નહી.












Click it and Unblock the Notifications
