For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડ્રગ્સ જેવા વિષય પર રાજનીતિ કરવી કેટલી યોગ્ય છે? - ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવી

ડ્રગ્સ જેવા વિષય પર રાજનીતિ કરવી કેટલી યોગ્ય છે? - ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવી

|
Google Oneindia Gujarati News

ડ્રગ એક એવો નશો છે જે તમને તો બરબાદ કરે જ છે સાથે જ તમારી રેપ્યુટેશન, તમારી નામશા અને તમારા પરિવારને પણ બરબાદ કરી નાખે છે. પાકિસ્તાનમાંથી થઈ ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે અને આવા ડ્રગ માફિયાઓને ડામવા માટે ગુજરાત પોલીસ સતત પ્રયત્નશીલ છે અને અવારનવાર કરોડોના ડ્રગ્સ જપ્ત કરે પણ છે. જો કે વિપક્ષો પોલીસની કામગીરીને પ્રોત્સાહિત કરવાને બદલે સરકાર પર આરોપો લગાવવામાં વ્યસ્ત છે.

harsh sanghavi

ત્યારે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ડ્રગ્સના વિષયમાં જ્યારે ગુજરાત પોલીસ ભારત અને પાકિસ્તાનની સીમા પર જઈ, ગોળીઓનો સામનો કરીને આટલા મોટા રેકેટ પકડે ત્યારે ભલે આપ એને અભિનંદનના આપો પરંતુ આ જવાનોનું મોરલ તોડવાનું કામ કરનાર વ્યક્તિઓ ગુજરાતનું અહિત કરી રહ્યા છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, શું ડ્રગ્સ વેચનાર લોકો, પોલીસ સ્ટેશન પર સામેથી આવીને ડ્રગ્સ જમા કરવી જાય છે? ડ્રગ્સ સામેની આ લડાઈ અમારા માટે રાજનૈતિક વિષય નથી.

દુનિયાભરમાં ડ્રગ્સ એક ફેશન બન્યું છે તેમાં ગુજરાતના યુવાનો ના સંડોવાય તે માટે તમામ દિશા એ એક સાથે કામગીરી ચાલે છે. આ દુષણથી થતું નુકશાન લોકજાગૃતિ થકી, દૂષણ માં સપડાયેલા યુવાનોને બહાર લાવવા માટેના પ્રયાસો દ્વારા, સોશિયલ મીડિયાના માધ્યમથી જાગૃતિ લાવવા જેવા તમામ વિષયો અને સાથે ડ્રગ્સના કાર્ટલ પર સખ્તાઈ જેવા પગલાં દ્વારા તમામ દિશામાં એક સાથે કામ કરીને ગુજરાતને અને દેશને આ દૂષણથી બચાવવાનું છે. આપડે સૌ જાણીએ છીએ કે દેશનું કયું રાજ્ય ડ્રગ્સનું કેપિટલ ગણાય છે અને ત્યાં શું હાલત છે અને ત્યાં કોની સરકાર છે.

ડ્રગ્સ બાબતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે કરેલી કામગીરી ખૂબ જ નોંધપાત્ર છે અને આ દિશામાં રાજ્ય સરકાર હજુ વધુ કડક રીતે કામ કરવા મક્કમ છે તેવું ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

English summary
How appropriate is it to politicize a topic like drugs? - Home Minister Harsh Sanghvi । ડ્રગ્સ જેવા વિષય પર રાજનીતિ કરવી કેટલી યોગ્ય છે? - ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવી
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X