ગુજરાતમાં કોંગ્રેસ-આપનું ગઠબંધન કેટલુ ખતરનાક? જાણો બીજેપીને કેટલો ખતરો?
2024 લોકસભા ચૂંટણીમાં બીજેપીને હરાવવા માટે કોંગ્રેસની આગેવાનીમાં INDIA ગઠબંધન રચાયુ છે અને 26 જેટલી મોટી વિપક્ષી પાર્ટીઓ એક મંચ પર આવી છે. હવે આ ગઠબંધનની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે.
ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ ગુજરાતમાં કોંગ્રેસ સાથે મળીને 2024 ની લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે જ ગુજરાતની રાજનીતિમાં મોટી ઉથલ પાથલના એંઘાણ વર્તાઈ રહ્યા છે.

આમ આદમી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ જણાવ્યુ કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડશે અને આવનારા દિવસોમાં સીટોની વહેંચણી પર વાતચીત થશે.
કોંગ્રેસ-આમ આદમી પાર્ટીના કારણે ગુજરાતમાં સ્થિતી કેટલી બદલાશે?
કોંગ્રેસની જગ્યા લેવા માટે રાજનીતિમાં ઉતરેલી આમ આદમી પાર્ટી હવે કોંગ્રેસ સાથે રાજનીતિમાં ઉતરશે ત્યારે જોવાનું એ રહે છે કે રાજ્યમાં કોંગ્રેસ છોડીને બદલાવ માટે આમ આદમી પાર્ટી તરફ વળેલા મતદારો કઈ બાજુ ચાલે છે. જો આ મતદારો કોંગ્રેસથી નારાજ મતદારો આમ આદમી પાર્ટીથી નારાજ થઈને બીજેપી તરફ વળે તો બીજેપીને ફાયદો થઈ શકે છે.
આનાથી વિપરીત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જીતતી જણાય તો ગુજરાતનો મોટો નારાજ વર્ગ બીજેપીથી આ ગઠબંધન તરફ વળી શકે છે.
હાલની સ્થિતીમાં કોનું પલ્લુ ભારે?
એક તરફ રાજ્યમાં આમ આદમી પાર્ટી પોતાની જગ્યા બનાવી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ પોતાની જમીન સાચવવા માટે પ્રયાસો કરી રહી છે. ગઈ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી બીજેપી માટે મોટુ વરદાન સાબિત થઈ હતી. આ સ્થિતીમાં સવાલ એ છે કે હવે બન્ને વિપક્ષી પાર્ટીઓ એક છે ત્યારે મતદાનની ટકાવારીમાં કોણ આગળ?
બીજેપી પાસે હાલ 52.50 ટકાથી વધુ
ગુજરાતમાં ગઈ વિધાનસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારી પર નજર કરીએ તો બીજેપીએ રેકોર્ડબ્રેક 156 સીટ જીતી હતી. તો બીજી તરફ કોંગ્રેસને મોટુ નુકસાન થયુ હતું અને 77 સીટમાંથી માત્ર 17 સીટો પર સમેટાઈ ગઈ હતી. બીજી તરફ આમ આદમી પાર્ટી 5 સીટો જીતવામાં સફળ રહી હતી.
કોંગ્રેસ-પાસે 40 ટકા આસપાસ મત
બીજી તરફ મતની ટકાવારી વિશે વાત કરીએ તો 2022ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં બીજેપીએ 3.45 ટકાના વધારા સાથે 52.50 ટકા મત મેળવ્યા હતા. આ સિવાય કોંગ્રેસના ખાતામાં 14.16 ટકાના નુકસાન સાથે 27.28 ટકા અને આમ આદમી પાર્ટી 12.92 ટકા મત સાથે રાષ્ટ્રિય પાર્ટી બની હતી.












Click it and Unblock the Notifications
