For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: પ્રો. રાવે ગુજરાતના સમુદ્રમાંથી શોધી કાઢ્યું પ્રાચિન દ્વારકા

|
Google Oneindia Gujarati News

s r rao
અમદાવાદ, 4 જાન્યુઆરી: જાણિતા આર્કિયોલોજિસ્ટ અને ગુજરાતમાં દ્વારકાની શોધ કરનાર પ્રો. એસ.આર રાવ હવે આપણી વચ્ચે નથી રહ્યા. પ્રો. રાવનું આજે ગુરુવારે તેમના બેંગલૂરુ ખાતેના તેમના નિવાસ સ્થાને નિધન થયું છે. ભારતીય પુરાતત્વ ક્ષેત્રે તેમનું યોગદાન મહામૂલુ છે. તેમની અસંખ્ય અકલ્પનિય શોધોના કારણે ભારતીય સંસ્કૃતિમાં અને ખાસ કરીને ગુજરાતની પ્રાચિન સંસ્કૃતિમાં તેમનું નામ હંમેશા માનભેર લેવામાં આવશે.

પ્રોફેસર રાવ અને તેમની ટીમે ભારતીય પુરાતત્વ વિભાગને અનેક પ્રાચિન સ્થળો, અવશેષો, સંસ્કૃતિની ભેંટો આપી છે. તેમની શોધમાં રંગપૂર, અમરેલી, ભગતરે, દ્વારકા, હનૂર, એહોલ, કાવેરીપટ્ટનમનો સમાવેશ થાય છે. અહીં સુધી ગુજરાતના લોથલની શોધ પણ તેણે જ કરી હતી.

પ્રો. રાવ અને તેમની ટીમે ગુજરાતના સમુદ્રમાં 560 મીટર લાંબી દ્વારકા શહેરની દીવાર શોધી કાઢી હતી. સાથે સાથે તેમને ત્યાંથી એ સમયના વાસણો, અને શ્રીકૃષ્ણની મુદ્રાઓ પણ મળી આવી હતી, આ તમામ પ્રાચિન વસ્તુઓ 1528 ઇસા પૂર્વની છે. અર્વાચિન સંસ્કૃતિને પ્રાચિન સંસ્કૃતિ સાથે ભેટો કરાવનાર પ્રો. રાવે 'The lost city of Dwaraka' કઇ રીતે શોધ્યું જુઓ વીડિયોમાં...

English summary
Famous Archeologist Pro. s r rao How discover 'the lost city of Dwaraka' watch video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X