For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિદેશી મીડિયાને સરદારની પ્રતિમા કેમ પસંદ નથી આવી રહી?

વિદેશી મીડિયાને સરદારની પ્રતિમા કેમ પસંદ નથી આવી રહી?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદી બુધવારે ગુજરાતમાં દેશના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરશે, જે ન્યૂયોર્ક સ્થિત સ્ટેચ્યૂ ઑફ લિબર્ટીથી ચાર ગણી મોટી છે. 2989 કરોડ રૂપિયામાં બનીને તૈયાર થયેલ ગોલ્ડ કલરમાં સરદારની આ વિશાળ પ્રતિમાનું નામ સ્ટેચ્યૂ ઑફ યૂનિટી એટલા માટે રાખવામાં આવ્યું છે, કેમ કે આઝાદી બાદ એમણે દેશી રજવાડાઓને એક કરી સંપૂર્ણ હિંદુસ્તાનનું નિર્માણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સત્તારુઢ સકારથી લઈને દેશના કેટલાય લોકો 182 મીટર ઉંચી ઉભી આ પ્રતિમાના અનાવરણને લઈને બહુ ઉત્સાહિત છે. જો કે, સરદારની આ પ્રતિમાનું બીજું પાસું એ પણ છે કે જ્યારથી પીએમ મોદીએ નર્મદા બંધ પર સરદારની પ્રતિમા ઉભી કરવાની ઘોષણા કરી, ત્યારથી જ અહીંના સ્થાનિક લોકો, ખેડૂતો અને એક્ટિવિસ્ટોએ તેમનો વિરોધ નોંધાવવાનું શરૂ કરી દીધું. બીજી બાજુ વિદેશી મીડિયા પણ સરદારની પ્રતિમાને લઈને વિવિધ પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે

યૂએસ મીડિયા

યૂએસ મીડિયા

અમેરિકાના અખબાર ધી વૉશિંગ્ટન પોસ્ટે લખ્યું, 'આ સ્ટેચ્યૂ ઑફ યુનિટીને દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા માટે ઓળખવામાં આવશે, જે લગભગ જે 600 ફીટની ઉંચાઈ પર ઉભી ભારતની વૈશ્વિક આકાંક્ષાઓ વિશે એટલું જ કહે છે તેટલું જ આ મૂર્તિ પોતાના દેશના રાજનૈતિક નેતાઓના અહંકાર વિશે પણ જણાવે છે.' આગળ લખ્યું કે આ માત્ર એક દેખાવો છે. ધી પોસ્ટ મુજબ મોદી 2019 ચૂંટણીને જોતા આ મોટા પ્રોજેક્ટથી ધ્યાન આકર્ષિત કરવા માગે છે.

પાકિસ્તાની મીડિયા

પાકિસ્તાની મીડિયા

પાકિસ્તાનના એક્સપ્રેસ ટ્રિબ્યૂનલે લખ્યું, 'આ સ્ટેચ્યૂ હવે મોદીની ભારતીય જનતા પાર્ટીનો લોકપ્રિય ચહેરો બની ચૂક્યું છે, પટેલ કોંગ્રેસ પાર્ટીના સભ્ય હતા જે અત્યારે ભારતના સંસદમાં વિપક્ષના બેઠી છે.' પાકિસ્તાનના જિયો ન્યૂઝે આ સ્ટેચ્યૂના અનાવરણને ભારતમાં આગલા વર્ષે થનાર ચૂંટણી અભિયાન અને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યું છે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલે આ રાષટ્રવાદી ઉ્સાહનો એક વિસ્ફોટ ગણાવ્યો છે.

બ્રિટિશ મીડિયા

બ્રિટિશ મીડિયા

સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યૂ વિશે બીબીસીએ ગુજરાતના સ્થાનિક ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો છે. બીબીસી મુજબ સરદાર પટેલની પ્રતિમાથી ત્યાંના સ્થાનિક લોકો બિલકુલ ખુશ નથી. બીબીસીએ લખ્યું, આ વિશાળ સ્ટેચ્યૂ પર પૈસા ખર્ચ કરવાને બદલે ખેડૂતોએ આ જિલ્લામાં ખેડૂતો પર ખર્ચો કરવો જોઈતો હતો. બીબીસીએ 2016ની એક સરકારી રિપોર્ટનો હવાલો આપતા કહ્યું કે નર્મદા જિલ્લો ભૂખ, પ્રાથમિક શિક્ષા અને કુપોષણ જેવી સમસ્યાઓથી ઘેરાયેલો છે. જણાવી દઈએ કે સ્ટેચ્યૂ ઑફ યુનિટી ગુજરાતના નર્મા જિલ્લામાં બનીને તૈયાર થઈ છે.

ગુજરાતમાં 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી' પણ ઉંડેથી છે એકદમ વિભાજિત ગુજરાતમાં 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી' પણ ઉંડેથી છે એકદમ વિભાજિત

English summary
How foreign media covers Statue of Unity, which is to be unveiled tomorrow by PM Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X