
ગુજરાતમાં કોને કેટલી સીટ? જાણો લેટેસ્ટ ઓપિનિયન પોલના આંકડા.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આખરી ચરણમાં છે. મંગળવારથી પહેલા ચરણમાં મતદાન કરનારી સીટો પર પ્રચાર થમી જશે ત્યારે હવે એબીપી-સી વોટરનો લેટેસ્ટ સર્વે સામે આવ્યો છે. આ સર્વેમાં બીજેપી સરકાર બનાવી રહી હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

19 હજાર 271 લોકોના મંતવ્યો લેવાયા
હાલ ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ તમામ સમીકરણો બદલી નાંખ્યા છે ત્યારે સામે આવેલા એબીપી-સી વોટર સર્વેના આંકડા પણ ચૌકાવનારા છે. એબીસી-સી વોટર દ્વારા આ સર્વે ગુજરાતની તમામ 182 સીટો પર કરાયો છે. આ સર્વેમાં કુલ 19 હજાર 271 લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા છે. આ ઓપિનિયન પોલ 22 નવેમ્બરથી 28 નવેમ્બર દરમિયાન કરવામાં આવ્યો હોવાનું જણાવાઈ રહ્યુ છે.

ગુજરાતમાં કઈ પાર્ટી જીતી રહી છે?
આંકડા પર નજર કરીએ તો આ સર્વે અનુસાર ગુજરાતમાં બીજેપીની સરકાર બની રહી હોવાનું સામે આવી રહ્યું છે. સર્વે અનુસાર, ગુજરાતમાં બીજેપીને 134થી 142 સીટો મળવાનું અનુમાન છે. આ સિવાય કોંગ્રેસને 26થી 36 અને આમ આદમી પાર્ટીને 7થી 15 સીટો મળવાનું અનુમાન છે. આ સિવાય ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલને સૌથી વધુ લોકો મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે.

કઈ પાર્ટીને કેટલી સીટ?
કુલ બેઠકો - 182
ભાજપ- 134-142
કોંગ્રેસ - 28-36
આપ - 7-15
અન્ય- 0-2

ઉત્તર ગુજરાતમાં કોને કેટલી સીટ?
કુલ બેઠકો - 32
ભાજપ- 20-24
કોંગ્રેસ- 8-12
આપ - 0-1
અન્ય- 0-1

દક્ષિણ ગુજરાતમાં કોને કેટલી સીટ?
કુલ બેઠકો - 35
ભાજપ- 27-31
કોંગ્રેસ - 2-6
આપ - 1-3
અન્ય- 0-1

સૌરાષ્ટ્રમાં કોને કેટલી સીટ?
કુલ બેઠકો - 54
ભાજપ- 38-42
કોંગ્રેસ - 4-8
આપ - 7-9
અન્ય- 0-1

મધ્ય ગુજરાતમાં કોને કેટલી સીટ?
કુલ બેઠકો - 61
ભાજપ- 45-49
કોંગ્રેસ - 10-14
આપ - 0-2
અન્ય- 0-2