મહિલા અનામતનો અમલથી ગુજરાતની રાજનીતિ કેટલી બદલાશે? જાણો વિધાનસભામાં સ્થિતી કેટલી બદલાશે?
લોકસભામાં મહિલા અનામત બિલ પસાર થઈ ગયુ છે. આ સાથે જ દેશની રાજનીતિમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. નવા સિમાંકન અને વસ્તી ગણતરી બાદ લાગુ થઈ જવા જઈ રહેલુ આ બિલ 33 ટકા મહિલા અનામતની જોગવાઈ કરે છે.
લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામત વિધેયક પસાર થયા બાદ તેનો અમલ નવા સીમાંકન બાદ કરવામાં આવશે. આ બિલના અમલ થતા જ દેશ સાથે ગુજરાતની રાજનીતિ પણ ઘણી બદલાઈ જશે.

લોકસભાની ચૂંટણી બાદ નવુ સીમાંકન થવા જઈ રહ્યું છે ત્યારે નવા સીમાંકનમાં લોકસભાની 543 સીટો વધીને 800 થઈ જશે. ગુજરાત વિધાનસભાની બેઠકો 182થી વધીને 230 આસપાસ થઈ જશે. ગુજરાતમાં 182 થી વધીને વિધાનસભા સીટો 230 થાય તો રાજ્યની 76 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે.
બીજી તરફ નવા સીમાંકન મુજબ લોકસભાની બેઠકો 26 થી વધીને 42 થઈ જશે. આમ 33 ટકા મહિલા અનામત સાથે 14 મહિલા સીટો થઈ જશે. સંસદમાં રજૂ થયેલા 33 ટકા અનામત બિલથી ગુજરાતને મોટો ફાયદો થશે. ગુજરાતમાં પહેલાથી જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ત્રિસ્તરીય પંચાયતી રાજમાં 50 ટકા મહિલા અનામત અમલમાં છે.
જણાવી દઈએ કે, હાલ ગુજરાત વિધાનસભામાં માત્ર 13 મહિલા ધારાસભ્ય છે. જે કુલ બેઠકના માત્ર સાત ટકા છે. લોકસભામાં 26 માંથી ચાર મહિલા સાંસદ છે, જે કુલ બેઠકના 19 ટકા છે.
જણાવી દઈએ કે, ગુજરાત સરકારે તેના ધારાસભ્યોના આવાસને ધ્યાનમાં રાખીને બ્લોક બનાવ્યા છે. ગાંધીનગરમાં ધારાસભ્યો માટે બની રહેલા નવા આવાસમાં મંત્રીમંડળ અને પદાધિકારીઓ સિવાય 165 ના બદલે 214 જેટલા આવાસ નિર્માણ કરાઈ રહ્યા છે. લોકસભાની સાંસદોની બેઠક ક્ષમતા 888 રખાઈ છે.












Click it and Unblock the Notifications
