નડિયાદના ચકલાસીમાં BSF જવાનની હત્યા કેવી રીતે કરાઈ? જાણો શુ કહ્યું પત્નીએ?
માહિતી આપતા ડીસીપી વીઆર બાજપેયીએ કહ્યું કે, મૃતકની પુત્રીનો વિડિયો વાયરલ થયા બાદ 24 ડિસેમ્બરે BSF જવાન મેલજીભાઈ વાઘેલાની નડિયાદના ચકલાસી ગામમાં આરોપી શૈલેષ જાદવ દ્વારા ઘરે જતી વખતે માર મારીને હત્યા કરી દેવાઈ.
નવી દિલ્હી : નડિયાદના ચકલાસીમાં બીએસએફ જવાનની હત્યાને લઈને તેની પત્નીએ આપવીતી સંભળાવી છે. કેટલાક લોકોએ બીએસએફ જવાનની મારી મારીને હત્યા કરી દીધી હતી ત્યારે પત્નીએ કહ્યું કે, અમે રસ્તા પર જઈ રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ મારા પતિને લાકડીથી માર માર્યો, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. તેમણે મામલો ગંભીર બનતા મને મારવાનું શરૂ કર્યું અને મારા હાથ અને પગ પણ તોડી નાખ્યા.

આ કેસમાં પોલીસે સાત આરોપીઓની અટકાયત કરી છે. આ બાબતે માહિતી આપતા ડીસીપી વીઆર બાજપેયીએ કહ્યું કે, મૃતકની પુત્રીનો વિડિયો વાયરલ થયા બાદ 24 ડિસેમ્બરે BSF જવાન મેલજીભાઈ વાઘેલાની નડિયાદના ચકલાસી ગામમાં આરોપી શૈલેષ જાદવ દ્વારા ઘરે જતી વખતે માર મારીને હત્યા કરી દેવાઈ.
આ મુદ્દે મૃતકની પત્નીએ કહ્યું કે, શૈલેષ નામના વ્યક્તિએ અમારી દીકરીનો વીડિયો વાયરલ કર્યો અને ફરાર ગયો. અમે તેને 3 દિવસ સુધી શોધી રહ્યા હતા. ત્રીજા દિવસે અમે જે જગ્યાએ તેને શોધવા ગયા ત્યાં 7 લોકો હતા. મારા પતિએ આરોપી વિશે પૂછ્યું પણ તે ત્યાં ન હતો. અમે ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ મારા પતિને લાકડીથી માર મારવાનું શરૂ કર્યું. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
મૃતક જવાનના પુત્રએ જણાવ્યું કે, મારા ભાઈને માથામાં ઈજા થઈ છે અને મારી માતાને પણ માર મારવામાં આવ્યો છે. મારા માતા-પિતા અને ભાઈ વિડિયો વાયરલ કરનારાઓ સાથે વાત કરવા ગયા ત્યારે પાછળથી કેટલાક લોકોએ આવીને મારા પિતા પર તિક્ષ્ણ હથિયારથી માથાના ભાગે હુમલો કર્યો હતો. જેમા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક મેલજીભાઈ વાઘેલા તેમના પુત્ર અને સંબંધીઓ સાથે પીડિત શૈલેષના ઘરે પહોંચ્યા હતા અને અહીં તેમની વચ્ચે ઝઘડો થયો હતો. આરોપીના પિતા દિનેશ જાદવ, કાકા અરવિંદ જાદવ અને અન્ય પરિવારના સભ્યોએ તેના પર હુમલો કર્યો હતો. હુમલામાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મડતકનો પુત્ર ઘાયલ થયો છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
