બારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું!
પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું!
બારડોલીઃ બારડોલીથી 49 વર્ષીય ભાજપના સાંસદ પ્રભૂભાઈ વસાવાનો જન્મ 1 માર્ચ 1970ના રોજ સુરતના કોલખાડી ગામમાં થયો હતો. 16મી લોકસભામાં તેઓ પહેલી વખત સાંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. પ્રભૂભાઈએ પાન્નબેન સાથે તેમણે લગ્ન કર્યાં હતાં તેમને કુલ 2 સંતાનો છે. વ્યવસાયિક રીતે તેઓ રાજકારણીની સાથોસાથ એક ખેડૂત પણ છે.

ઉલ્લેખનીય છે કે સાંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ દરેક સંસદ પોતાના મતવિસ્તારમાં વિકાસનાં કાર્યો કરવા માટે 25 કરોડના હકદાર બની જાય છે. પ્રભૂભાઈ દ્વારા 29.64 કરોડ રૂપિયાની ભલામણ કરવામાં આવેલ હતી, જો કે જિલ્લા અધિકારી દ્વારા 25 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. બારડોલી માટે ભારત સરકાર તરફથી વ્યાજ સહિત કુલ 20 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા જેમાંથી ડિસ્ટ્રિક્ટ ઑથોરિટી દ્વારા 18.29 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે જ્યારે ડિસ્ટ્રિક્ટ ઑથોરિટી પાસે હજુ પણ 1.89 કરોડ રૂપિયાનું ભંડોળ પડ્યું છે.
સંસદની કામગીરીમાં જો પ્રભૂભાઈની સક્રિયતા વિશે વાત કરીએ તો સંસદમાં પ્રભૂભાઈની કુલ હાજરી 78 ટકા રહી. તેમણે કુલ 19 ડિબેટમાં ભાગ લીધો હતો. જ્યારે પ્રભૂભાઈએ એકપણ પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ નહોતાં કર્યાં. જણાવી દઈએ કે 16મી લોકસભામાં પ્રભૂભાઈની ટર્મ હતી. ત્યારે લોકસભા ચૂંટણી 2019માં તેમને ફરી ટિકિટ મળે કે નહિ તેના પર સસ્પેન્સ બનેલ છે.
આ પણ વાંચો- જાણો, 16મી લોકસભામાં કિરિટભાઈ સોલંકીનું પરફોર્મન્સ કેવું રહ્યું હતું
-
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
