For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, 16મી લોકસભામાં કિરિટભાઈ સોલંકીનું પરફોર્મન્સ કેવું રહ્યું હતું

જાણો, 16મી લોકસભામાં કિરિટભાઈનું પરફોર્મન્સ કેવું રહ્યું હતુ

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ અમદાવાદ પૂર્વથી ભાજપના સાંસદ અને રાજ્યસભાના સભ્ય એવા કિરિટભાઈ સોલંકીનો જન્મ 17 જૂન 1950ના રોજ કોમ્બોઈમાં થયો હતો. અમદાવાદ પશ્ચિમથી તેઓ સતત બે ટર્મથી ચૂંટાતા આવ્યા છે. મંજૂલા બેન સોલંકી સાથે તેમણે લગ્ન કર્યાં હતાં અને કિરિટભાઈને કુલ 3 સંતાનો છે. વ્યવસાયિક રીતે તેઓ રાજકારણીની સાથોસાથ ડૉક્ટર પણ છે. તેમણે એમબીબીએસ, એમએસ અને એફઆઈસીએસની ડિગ્રી મેળવેલી છે. 38 વર્ષ સુધી કિરિટભાઈ સોલંકી તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા રહ્યા હતા. વર્ષ 2011-12 દરમિયાન તેઓ ગુજરાત સ્ટેટ સર્જન એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે પણ ચૂંટાઈ આવ્યા હતા.

kiritbhai solanki

ઉલ્લેખનીય છે કે સાંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ દરેક સંસદ પોતાના મતવિસ્તારમાં વિકાસનાં કાર્યો કરવા માટે 25 કરોડના હકદાર બની જાય છે. કિરિટભાઈ સોલંકી દ્વારા 28.86 કરોડ રૂપિયાની ભલામણ કરવામાં આવેલ હતી, જો કે જિલ્લા અધિકારી દ્વારા 21.67 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. અમદાવાદ પશ્ચિમ લોકસભા મતવિસ્તારના વિકાસ કાર્યો માટે વ્યાજ સહિત કુલ 22.82 કરોડ રૂપિયા મળ્યા હતા, જેમાંથી ડિસ્ટ્રિક્ટ ઑથોરિટી દ્વારા 19.59 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે જ્યારે ડિસ્ટ્રિક્ટ ઑથોરિટી પાસે હજુ પણ 3.23 કરોડ રૂપિયાનું ભંડોળ પડ્યું છે.

સંસદની કામગીરીમાં કિરિટભાઈ સોલંકી ટોપ પર છે. સંસદમાં કિરિટભાઈ સોલંકીની કુલ 97 ટકા હાજરી છે. તેમણે કુલ 333 ડિબેટમાં ભાગ લીધો હતો. કિરિટભાઈએ કુલ 37 પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કર્યાં હતાં જેમાંથી 35 પ્રાઈવેટ મેમ્બર બિલ પેન્ડિંગ છે. જણાવી દઈએ કે 16મી લોકસભામાં કિરિટભાઈની બીજી ટર્મ હતી. હવે લોકસભા ચૂંટણી 2019માં કિરિટભાઈ સોલંકીને ટિકિટ મળશે કે કેમ તેના પર સસ્પેન્સ બનેલ છે.

આ પણ વાંચો- 16મી લોકસભામાં એલકે અડવાણીનું પ્રદર્શન રહ્યું હતું સૌથી ખરાબ

English summary
check out here, how was performance of kirit bhai solanki in lok sabha 2016
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X