અમદાવાદ આવશે ટ્રમ્પ, યોજાશે 'હાઉડી મોદી' જેવો જ 'કેમ છો ટ્રમ્પ' કાર્યક્રમ
અમદાવાદ આવશે ટ્રમ્પ, યોજાશે 'હાઉડી મોદી' જેવો જ 'કેમ છો ટ્રમ્પ' કાર્યક્રમ
આગામી 25 ફેબ્રુઆરીના રોજ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યા છે. હ્યુસ્ટનમાં યોજાઇ ગયેલા “હાઉડી મોદી” ને અનુરૂપ અમદાવાદ ખાતે “કેમ છો ટ્રમ્પ” નો કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમ અમદાવાદના મોટેરા સ્ટેડીયમ ખાતે યોજાશે જે દરમ્યાન પ્રધાનમંત્રી નરન્દ્ર મોદી ટ્રમ્પ સાથે હાથ મીલાવી “કેમ છો” કહી તેમનું અભિવાદન કરશે. આ કાર્યક્રમમાં લગભગ 60થી 50 હજાર લોકો હાજર રહેશે તેમજ સૂત્રોના જણાવ્યા મુજૂબ આ કાર્યક્રમને અનુલક્ષી 20 કરોડ રૂપીયાનો ખર્ચ થશે તેવું અનુમાન છે અને આ ખર્ચ ગુજરાત સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે. મહત્વનું છે કે ટ્રમ્પની ઓવલ ઓફીસ દ્વારા આ પ્રોગ્રામને મંજૂરી આપવામાં આવી છે.
આ કાર્યક્રમની તૈયારીઓના ભાગ રૂપે શુક્રવારે ગુજરાત સરકારના મુખ્ય સચિવ અનિલ મુકિમે મોટેરા સ્ટેડિયમની તમામ જવાબદારી લીધી હતી અને અમદાવાદ મહાનગર પાલિકા કમિશનર વિજય નેહરા સહિતના અન્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ પણ 150 પોલીસકર્મીઓ સાથે સ્ટેડિયમની સુરક્ષાની સમીક્ષા કરી હતી.
આ કાર્યક્રમમાં ભારત અને અમેરકાના સંબંધોને બતાવવામાં આવશે તેમજ સુત્રોના જણાવ્યા મુજબ “કેમ છો ટ્રમ્પ” કાર્યક્રમમાં જબરદસ્ત તકનીકનો ઉપયોગ કરવામાં આવશે તેમા ભારતનો ઇતિહાસ રજુ કરવામાં આવશે તે સાથે મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની એક ઝલક પણ બતાવવામાં આવશે.

દિલ્લીથી સાથે આવશે મોદી અને ટ્રમ્પ
આ કાર્યક્રમમાં જે લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે તેમા ભારતીય મૂળના સફળ ઉદ્યોગપતિઓ, ભારતમાં રોકાણ કરતા અમેરિકન કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહેશે. આ ઉપરાંત ભારતીય કોર્પોરેટ જગતના નેતાઓ સહીત રાજકીય, સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રનો પણ સમાવેશ થશે. તેમજ અમેરિકામાં વસતા ભારતીય સમુદાયની સંસ્થાઓને પણ આમંત્રિત કરવામાં આવશે.
25 ફેબ્રુઆરીની સાંજે થનારા આ કાર્યક્રમમાં મોદી અને ટ્રમ્પ એક સાથે દિલ્હીથી આવશે અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તરત જ દિલ્હી પરત ફરશે. આ સિવાય ક્યાંય જવાનો કાર્યક્રમ નથી.

CAAના વિરોધને કારણે અમદાવાદની પસંદગી
જોકે અમેરિકન ઓવલ ઓફીનો આગ્રહ હતો કે સુરક્ષાને ધ્યાને રાખી ટ્રમ્પ દિલ્લી એનઆરસી સિવાય અન્ય સ્થળો પર નહી જાય પરંતુ દિલ્લીમાં CAAના વિરોધ પ્રદર્શનના કારણે આ કાર્યક્રમ માટે અમદાવાદને યોગ્ય સ્થળ ગણવામાં આવ્યું ને અમદાવાદની પસંદગી કરી.

આગ્રાના તાજમહેલની મુલાકાતને બદલે ટ્રમ્પ અમદાવાદ આવશે
વાત કરવામાં આવે વિદેશી નેતાઓની તો વિદેશી નેતાઓ જ્યારે પણ ભારતના દૌર પર હોય ત્યારે તેઓ તાજમહેલને દેખવા જતા હોય છે પરંતુ ટ્રમ્પ આગ્રા જવાને બદલે અમદાવાદ આવશે પરંતુ તેમના પત્ની મેલાનિયા અમદાવાદ આવશે નહી અને આગ્રાનો તાજમહેલ જોવા જશે.












Click it and Unblock the Notifications
