ભાજપે એવું રમ્યું રાજકારણ કે કોંગ્રેસ જોતી જ રહી ગઇ!

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત કોંગ્રેસ જ્યાં એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવાની વાતો કરે છે, ત્યાં ભાજપે તેના જીતવાની નહીંવત સંભાવના પર પણ શૂન્ય મૂકી દીધું હોય તેવું જોરદારની રાજકીય ચાલ રમી છે. જોકે સીધી રીતે આ લેખમાં લખેલી તમામ વાત કોઇ પક્ષ સ્વીકારવા તૈયાર નહીં થાય પણ એક પછી એક બનેલી ઘટનાઓ તે વાતની સાક્ષી છે કે કોંગ્રેસને કંઇ સમજાય તે પહેલા જ તેનું રામ નામ સત્ય થઇ ગયું છે. શરૂઆત કરીએ શંકર સિંહ વાઘેલાથી, બાપુ ચૂંટણી આવતા પહેલાથી જ નાખુશ હતા. અને જૂની ચૂંટણીને પણ યાદ કરીએ તો કોંગ્રેસ હંમેશાથી પક્ષની લડાઇમાં જ એટલું વ્યસ્ત રહ્યું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર ફોકસ કદી કરી જ નથી શક્યું.

શંકર સિંહ વાઘેલા

શંકર સિંહ વાઘેલા

ચૂંટણી પહેલા જ છેલ્લા એક મહિનાથી બાપુ ચીડાયેલા હતા. દિલ્હી ગયા પાછા આવ્યા પાછા દિલ્હી ગયા અને છેલ્લે થોડા દિવસ પહેલા તેમણે તેમના બર્થ ડે પર જાહેરાત કરી કે કોંગ્રેસે તેમને નીકાળી લીધો છે.

ક્રોસ વોટિંગ

ક્રોસ વોટિંગ

હજી કોઇ શંકર સિંહને મનાવાની વાત કરે તે પહેલા રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના 11 નેતાઓએ ક્રોસ વોટિંગ કરી હોવાની વાત બહાર આવી. અંદર ખાને સુત્રોનું તેમ પણ કહેવું હતું કે શંકર સિંહ વાઘેલા અને તેના સાથીદારોએ જ આ ક્રોસ વાોટિંગ કર્યું છે અને માટે જ કોંગ્રેસે તેમને નીકાળી દીધા છે.

અહેમદ પટેલ

અહેમદ પટેલ

ગુજરાજ વિધાનસભાની ચૂંટણી તો દૂરની વાત છે રાજ્યસભાની ચૂંટણી જે ઓગસ્ટમાં જ યોજાવાની છે અને જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે નામાંકન ભર્યું છે તેના માટે પણ કોંગ્રેસ જોડે હવે લોકો ખૂટી પડ્યા છે. કારણ કે બાપુના ગયા પછી તે બળવંતસિંહ રાજપૂત, પી.આઇ.પટેલ અને તેજશ્રી પટેલ ગુરુવારે જ ભગવો ખેસ ધારણ કરી લીધી હતી.

ઉમેદવારી પત્ર

ઉમેદવારી પત્ર

એટલું નહીં આજે ગાંધીનગર ખાતે અમિત શાહ, સ્મૃતિ ઇરાની અને ભાજપમાં નવા જોડાયેલા બળવંત સિંહ રાજપૂત રાજ્યસભાની ચૂંટણી માટે નામંકન ભરી, કોંગ્રેસને રાજ્યસભાની ચૂંટણી અળગી કરી દીધી છે. આમ કહી શકાય કે આ બધું પૂર્વઆયોજિત પણ હોઇ શકે જેના સમજવામાં કોંગ્રેસ મોડું પડ્યું.

English summary
Huge setback to congress in Gujarat, three legislators resigned

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.