ધ્રાંગધ્રામાં ગોપાલગઢ પાસેથી માનવ હાડપિંજર મળી આવતા પોલીસ એક્શનમાં
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામના જંગલ વિસ્તારમાંથી એક માનવ કંકાલ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ગામથી આશરે ચાર કિલોમીટર દૂર સીમમાં મળેલું આ હાડપિંજર પ્રાથમિક તપાસમાં 30 થી 35 વર્ષના એક યુવાનનું હોવાનું મનાય છે.

સ્થળ પરથી પોલીસને તપાસ દરમિયાન ગરમ સ્વેટર, પેન્ટ, ચપ્પલ અને તમાકુનું એક પેકેટ મળ્યું છે, જેને પોલીસે પુરાવા તરીકે કબજે કરાયું છે.
ધ્રાંગધ્રા તાલુકા પોલીસે કંકાલનો કબજો મેળવી, તેના અવશેષોને રાજકોટ FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)માં વધુ તપાસ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે.
પોલીસે આ કંકાલ કોનું છે અને યુવાનનું મોત કયા સંજોગોમાં થયું તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, તેમજ આસપાસના ગામોમાં પણ પૂછપરછ શરૂ કરાઈ છે.












Click it and Unblock the Notifications
