માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા ઇ-કુટિર પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાનો શુભારંભ
રાજ્યના છેવાડાના નાગરીકોને સ્વરોજગારી આપવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ડિઝિટલ ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા વધુ એક મક્કમ પગલું ભરી યોજનાકીય લાભો ઓનલાઇન આપવા ઇ-કુટિર પોર્ટલ શરૂ કર્યુ છે.
રાજ્યના આર્થિક રીતે પછાત વર્ગના નાગરિકો માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન ઓજારો (ટૂલકિટ)નો લાભ લેવા માટે આજે ઇ-કુટિર પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાનો ગાંધીનગર ખાતેથી ગ્રામોદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે તેમજ ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં શુભારંભ કરાયો હતો. રાજ્યના અરજદારો આજથી એટલે કે તા. ૩ એપ્રિલથી આગામી બે મહિના સુધી આ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે.
દેશના છેવાડાના માનવીની આવક વધારી તેમને સ્વરોજગારી આપવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સપનાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ વધારી રહ્યા છે. આ હેતુથી રાજ્ય સરકારના કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ કાર્યરત છે. જેમાં સૌથી મહત્વની અને ૧૦૦% સિદ્ધી પ્રાપ્ત કરનારી યોજના માનવ કલ્યાણ યોજના છે. આ યોજનાનો લાભ ઘરે ઘરે પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ ગત વર્ષે શરૂ કરવામાં આવ્યું હતું. www.e-kutir.gujarat.gov.in વેબસાઈટ પરથી રાજ્યના અરજદારો આ યોજનાનો લાભ લેવા અરજી કરી શકે છે.

છેવાડાના નાગરીકોનું જીવનધોરણ ઊંચુ લાવવા માટેની આ યોજનાનો લાભ વધુને વધુ નાગરિકો સુધી પહોંચે તે માટે અધિકારીઓને જિલ્લા કક્ષાએ હેલ્પડેસ્ક શરૂ કરવા મંત્રીએ સુચન કર્યુ હતું.
આ યોજના અંતર્ગત ઓનલાઈન પોર્ટલને પરિણામે ગત વર્ષે ઓફલાઈનની સરખામણીમાં બમણી એટલે કે ૧,૮૯,૦૦૦થી વધુ અરજીઓ અરજીઓ આ વિભાગને મળી હતી. જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મંજૂર થયેલ અરજીઓ પૈકી ઓનલાઈન ડ્રો સિસ્ટમ દ્વારા પસંદગી પામેલ અરજદારોને જ વિનામુલ્યે સાધન/ઓજાર (ટૂલકીટ) આપવામાં આવે છે. જેના પરિણામે અરજીઓની પસંદગી માટે ડ્રોની પ્રક્રિયા પારદર્શી અને ખુબ જ સરળ બની છે.
આ કાર્યક્રમમાં કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગના સચિવશ્રી પ્રવીણ કે. સોલંકી,સંયુક્ત નિયામક કે.એસ.ટેલર, પ્રોજેક્ટ મેનેજર પી.ટી.પરમાર, આઈપીઓ એન.એમ.ચાવડા તથા જી.આઇ.પી.એલના મેનેજર જયદીપસિંહ સોલંકી સહિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-
Dhurandhar 2 BO Collection Day 13: 1400 કરોડને પાર ‘ધુરંધર 2’, બોક્સ ઓફિસ પર 13માં દિવસે રચ્યો ઈતિહાસ -
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ









Click it and Unblock the Notifications
